Kabir Singh Box Office Collection: 200 કરોડથી આટલી દૂર છે ફિલ્મ

30 June, 2019 05:15 PM IST  |  મુંબઈ

Kabir Singh Box Office Collection: 200 કરોડથી આટલી દૂર છે ફિલ્મ

કબીર સિંહ

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ' સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. કબીર સિંહનો પ્રેમ અને કિયારાની માસૂમિયત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મે જબરજસ્ત કમાણી કરતાં ફક્ત 9 જ દિવસમાં 163 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કમાણીના મામલે કબીર સિંહ અત્યાર સુધી ફિલ્મ ભારતથી લઈને ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી ચૂકી છે.

કબીર સિંહની પહેલા અઠવાડિયાની કમાણીની વાત કરીએ તો પહેલું અઠવાડિયું ખૂબ જ શાનદાર રહ્યું હતું. છેલ્લા આઠ દિવસોમાં ફિલ્મે ખૂબ જ સારી કમાણી કરી લીઘી છે અને 150 કરોડનો આંકડો ખૂબ જ સરળતાથી પાર કરી લીધો છે. ફિલ્મની કમાણીનો ગ્રાફ અત્યાર સુધી સારો રહ્યો છે. દરમિયાન બૉક્સ ઑફિસ પર આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 પણ રિલીઝ થઈ ગઈ છે, પણ ટ્રેડ એનાલિસ્ટ્સ પ્રમાણે આ ફિલ્મની વધુ અસર કબીર સિંહ પર નહીં પડે.

શાહિદ કપુરની ફિલ્મે પહેલા દિવસે 21 જૂને ફિલ્મે 20.21 કરોડની કમાણી કરી જબરજસ્ત ઓપનિંગ કરી. શરૂઆત સારી થયા બાદ શનિવારે પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આ દિવસે કબીર સિંહે 22.71 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે 27.91 કરોડની કમાણી કરી લીધી હતી. કબીરસિંહનું ઓપનિંગ વીકએન્ડ કલેક્શન 70.83 કરોડ થઈ ચૂક્યું હતું. ચાર દિવસની ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મે કુલ 88.37 કરોડની કમાણી કરી લીધી. પાંચમાં દિવસે 16.5 કરોડ રૂપિયાની જબરજસ્ત કમાણી બાદ ફિલ્મનું કલેક્શન 104.90 કરોડ રૂપિયા થયું. શાહિદ કપૂરની આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ છે.

આ પણ વાંચો : કબીર સિંહ બોક્સ ઓફિસ કલેક્શન: તોડી શકે અનેક રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

shahid kapoor bollywood news bollywood bollywood events bollywood gossips kiara advani