ડિંગ્કો સિંહની બાયોપિક દ્વારા પ્રોડ્યુસર બનશે શાહિદ કપૂર

21 February, 2019 10:45 AM IST  | 

ડિંગ્કો સિંહની બાયોપિક દ્વારા પ્રોડ્યુસર બનશે શાહિદ કપૂર

મણિપુરના બૉક્સર ડિંગ્કો સિંહની બાયોપિકને શાહિદ કપૂર પ્રોડ્યુસ કરવાનો છે. ડિંગ્કો સિંહે ૧૯ વર્ષની વયે થાઇલૅન્ડમાં બૅન્ગકૉક એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. આ બાયોપિકમાં ડિંગ્કો સિંહની ભૂમિકામાં શાહિદ દેખાવાનો છે. આ ફિલ્મને ‘ઍરલિફ્ટ’ અને ‘શેફ’ના ડિરેક્ટર રાજા ક્રિષ્ન મેનન ડિરેક્ટ કરશે. શાહિદે આ ફિલ્મ માટે રાઇટ્સ ખરીદી લીધા છે. ફિલ્મનું શૂટિંગ મણિપુર અને દિલ્હીની સાથે જ વિદેશમાં પણ કરવામાં આવશે. ડિરેક્ટર અન્ય રાઇટર્સ સાથે મળીને સ્ક્રિપ્ટ માટે રિસર્ચ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મને સફળતા અઘરી ફિલ્મોની પસંદગીમાંથી મળી છે : શાહિદ

એવું જાણવા મળ્યું છે કે તેમના માટે સ્ક્રિપ્ટ પર કામ કરવું પણ થોડું અઘરું પડી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષથી શરૂ થશે. વિજય દેવરાકોન્ડાની તેલુગુ ફિલ્મ ‘અજુર્ન રેડ્ડી’ની હિન્દી રીમેક ‘કબીર સિંહ’માં શાહિદ અને કિઆરા અડવાણી હાલમાં વ્યસ્ત છે. ‘કબીર સિંહ’ ૨૧ જૂને રિલીઝ થવાની છે.

shahid kapoor bollywood