25 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
શાહિદ કપૂર અભિનીત છત્રપતિ શિવાજી મહારાજની બાયોપિકને ઑફિશ્યલી હોલ્ડ પર મૂકવામાં આવી છે. આ વાતને ફિલ્મના ડિરેક્ટર અમિત રાયે કન્ફર્મ કરી છે. અમિત રાયે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની વ્યવસ્થાગત સમસ્યાઓ પર નારાજગી વ્યક્ત કરી અને એને ‘ક્રૂર’ ગણાવી. તેણે જણાવ્યું કે ‘આ સિસ્ટમ ખૂબ જ ક્રૂર છે. તમે ૧૮૦ કરોડની ફિલ્મ ‘OMG-2’ બનાવીને તમારી ક્ષમતા સાબિત કરી હોવા છતાં એ પૂરતું નથી. મેં આ બાયોપિકની સ્ક્રિપ્ટ પર પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું, પરંતુ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓને કારણે પ્રોજેક્ટ બંધ થયો છે. કેટલાક લોકો માત્ર પાંચ પાનાંની સ્ટોરી લખીને નક્કી કરે છે કે ફિલ્મમાં શું ખોટું છે અને શું સાચું છે.’