જર્સી માટે ક્રિકેટના પાઠ લઈ રહ્યો છે શાહિદ કપૂર

03 November, 2019 11:40 AM IST  |  મુંબઈ

જર્સી માટે ક્રિકેટના પાઠ લઈ રહ્યો છે શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર તેની ‘જર્સી’ માટે ક્રિકેટની સખત ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આ ફિલ્મ તેલુગુની હિન્દી રીમેક છે. ફિલ્મમાં તે એક ક્રિકેટરના પાત્રમાં જોવા મળશે. આ મહિનામાં જ ચંડીગઢમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. શાહિદની આ ટ્રેઇનિંગનો ફોટો પણ વાઇરલ થયો છે. એમાં તેના હાથમાં બૅટ છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૨૮ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘મેં થોડો સમય લગાવ્યો એ વિચારવામાં કે ‘કબીર સિંહ’ બાદ હવે શું કરવું. જોકે મેં જ્યારે ‘જર્સી’ જોઈ ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આ ફિલ્મ કરવી છે. આ એક સુંદર, પ્રેરણાદાયી અને વ્યક્તિની પર્સનલ જર્નીની સ્ટોરી દેખાડે છે. એની સાથે હું ઊંડાણપૂર્વક જોડાઈ ગયો છું.’

shahid kapoor bollywood news