midday

બૉલીવુડની નવી જોડી શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી

14 September, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી જોડી જોવા મળશે
તૃપ્તિ ડિમરી, શાહિદ કપૂર

તૃપ્તિ ડિમરી, શાહિદ કપૂર

વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી જોડી જોવા મળશે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. ‘‌ઍનિમલ’ દ્વારા રાતોરાત ચમકી ગયેલી તૃપ્તિની ૧૧ ઑક્ટોબરે રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ રિલીઝ થવાની છે. ત્યાર બાદ તે કાર્તિક આર્યન સાથે ‘ભૂલભુલૈયા 3’માં અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ધડક 2’માં જોવા મળશે. શાહિદ કપૂર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઍક્શન થ્રિલર ‘દેવા’માં પોલીસના રોલમાં જોવા મળશે, જેની હિરોઇન પૂજા હેગડે છે. વિશાલ અને શાહિદ અગાઉ ‘હૈદર’ અને ‘ક‌મીને’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

Whatsapp-channel
shahid kapoor tripti dimri entertainment news bollywood bollywood news vishal bhardwaj upcoming movie