'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ

13 May, 2019 04:26 PM IST  |  મુંબઈ

'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ

કબીર સિંહનું ટ્રેલર થયું રિલીઝ

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહિદ એક જનૂની આશિકના કિરદારમાં જોવા મળી રહ્યા છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લૉકબસ્ટર ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ઑફિશિયલ રીમેક છે. ફિલ્મમાં શાહિદની સામે કિયારા અડવાણી છે. આ ફિલ્મને સંદીપ વાંગાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારે કર્યું છે. ટ્રેલર રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ચાહકોએ તેને શાહિદ કપૂરની બ્લૉકબસ્ટર ફિલ્મ બતાવી દીધું છે.

ફિલ્મના ટ્રેલરેને શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. અને ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ તમે પણ ટ્રેલર અને ચાહકોનો રિએક્શન્સ


શું છે કબીર સિંહની કહાની?
કબીર સિંહ એક એવા વ્યક્તિની કહાની છે જે ડૉક્ટર છે. પરંતુ થોડો સનકી અને અડિયલ છે. તે માત્ર પોતાના મનનું જ સાંભળે છે. કબીર સિંહ એક પાગલ પ્રેમી અને વિદ્રોહી પણ છે. જે પ્યારમાં પાગલ થઈને પોતાની જિંદગી તબાહ કરી લે છે.

shahid kapoor kiara advani