07 May, 2026 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર સાથે જામશે જાહ્નવી કપૂરની જોડી
જાહ્નવી કપૂરે ૨૦૨૪માં શાહિદ કપૂર સાથે ક્રિતી સૅનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં કૅમિયો કર્યો હતો. હવે શાહિદ સાથે જાહ્નવીની જોડી એક કૉમેડી ફિલ્મમાં જોવા મળી શકે છે એવા રિપોર્ટ છે. હાલમાં આ મામલે વાતચીત ચાલી રહી છે અને જો બધું ફાઇનલ થાય તો આ શાહિદ અને જાહ્નવીની લીડ ઍક્ટર્સ તરીકે પહેલી ફિલ્મ હશે. આ સંપૂર્ણ કૉમેડી ફિલ્મ છે અને શાહિદ આ પ્રકારની ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતિમ ભાગમાં શરૂ થઈ શકે છે.