‘જવાન’માં જોરદાર ચેઝ સીક્વન્સ કરતો દેખાશે શાહરુખ

18 February, 2023 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘જવાન’માં ધમાકેદાર ચેઝ સીક્વન્સ કરતો દેખાવાનો છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘જવાન’માં ધમાકેદાર ચેઝ સીક્વન્સ કરતો દેખાવાનો છે. એનું શૂટિંગ રિયલ લોકેશન્સ પર થવાનું છે. ફિલ્મને સાઉથના એટલીએ ડિરેક્ટ કરી છે. શાહરુખની ‘પઠાન’માં પણ શાનદાર ઍક્શન જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ‘જવાન’ને લઈને અપેક્ષાઓ વધુ છે. આ ફિલ્મનું ૧૩૦ દિવસનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. હવે ૩૦ દિવસનું શૂટિંગ બાકી છે. શાહરુખ મુંબઈમાં આ ધમાકેદાર ચેઝ સીક્વન્સનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં ઍક્શન સીક્વન્સ અલગ રહેશે, કેમ કે ડિરેક્ટર એટલી એને પોતાની સ્ટાઇલથી દમદાર બનાવશે. એથી એમ કહી શકાય કે આ ફિલ્મ મનોરંજક તો હશે જ પણ સાથે જ લોકોને એ લાર્જર-ધૅન-લાઇફનો અનુભવ પણ આપશે. આ ફિલ્મમાં પ્રિયમણિ, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. ફિલ્મ આ વર્ષે બીજી જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે.

bollywood news Shah Rukh Khan pathaan