શાહરૂખની કઝિન બહેન નૂર જહાંનું પાકિસ્તાનમાં નિધન, રાજનીતિમાં હતી સક્રિય

29 January, 2020 07:54 AM IST  |  Mumbai

શાહરૂખની કઝિન બહેન નૂર જહાંનું પાકિસ્તાનમાં નિધન, રાજનીતિમાં હતી સક્રિય

શાહરૂખ ખાન

બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનની કઝિન બહેન નૂર જહાંનું પાકિસ્તાનમાં નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નૂર લાંબા સમયથી બીમાર હતી. નૂર જહાંના પતિ આસિફ બુરહાને જણાવ્યું કે તે કેન્સર સામેની લડત લડી રહી હતી. પાકિસ્તાનના પેશાવરમાં મોહલ્લા શાહ વલી કતલમાં રહેનારી નૂર જહાં રાજનીતિમાં સક્રિય હતી.

નૂર જહાં, બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પિત્રાઈ બહેન હતી. જણાવી દઈએ કે નૂર જહાં પાકિસ્તાનમાં જિલ્લા અને નગર સલાહકાર હી ચૂકી હતી. એટલું જ નહીં એમણે 2018માં પાકિસ્તનામાં થયેલી સામાન્ય ચૂંટણીમાં પણ પીકે-77થી નામાંકન દાખલ કરી હતી, જોકે બાદ ચૂંટણી નજીક આવી રહી હતી ત્યારે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ. રિપોર્ટ્સ અનુસાર નૂર જહાંના પતિ આસિફે જણાવ્યું કે શાહરૂખ ખાનના પિતા અને અને નૂરના પિતા બન્ને ભાઈ હતા અને તે પોતાના કઝિન ભાઈ સાથે હંમેશા ફોન પર વાત કરતી હતી.

સાથે જ આસિફે એ પણ જણાવ્યું કે તેઓ વર્ષ 1997 અને 2011માં બે વાર શાહરૂખ ખાનને મળવા ભારત પણ આવી હતી. નૂર જહાં પહેલી વાર પોતાના પતિ સાથે ભારત આવી હતી. ખાસ વાત એ છે કે પોતાના બાળપણમાં શાહરૂખ ખાન પણ પોતાના ઘરવાળા સાથે પેશાવર ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન અને નૂર જહાંના પરિવાર વચ્ચે સારી સંબંધ છે.

Shah Rukh Khan bollywood news entertaintment