શાહરુખ ખાનની બાઝીગર હજી પણ એટલી જ ફ્રેશ ફિલ્મ છે : સિદ્ધાર્થ નિગમ

19 March, 2020 06:49 PM IST  |  Mumbai Desk | IANS

શાહરુખ ખાનની બાઝીગર હજી પણ એટલી જ ફ્રેશ ફિલ્મ છે : સિદ્ધાર્થ નિગમ

સિદ્ધાર્થ નિગમ

સિદ્ધાર્થ નિગમનું કહેવું છે કે શાહરુખ ખાનની ‘બાઝીગર’ આજે પણ એટલી જ ફ્રેશ લાગે છે. ‘અલાદ્દીન નામ તો સુના હોગા’માં કામ કરી રહેલો સિદ્ધાર્થ શાહરુખનો ખૂબ જ મોટો ફૅન છે. આ વિશે વધુ જણાવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘શાહરુખ ખાને ‘બાઝીગર’ અને ‘કુછ કુછ હોતા હૈ’માં ખૂબ જ અદ્ભુત પાત્ર ભજવ્યાં હતાં જે મને ખૂબ જ પસંદ છે. હું જ્યારે પણ એ ફિલ્મ જોઉં છું ત્યારે મને એ એટલી જ ફ્રેશ લાગે છે. ‘બાઝીગર’ મારી ફેવરિટ ફિલ્મ છે. એમાં તેમનું પાત્ર ખૂબ જ સ્ટૉન્ગ અને યુનિક હતું. મને નથી લાગતું કે તેમના કરતાં અન્ય કોઈ વ્યક્તિ એ પાત્ર સારી રીતે ભજવી શકે.’

Shah Rukh Khan bollywood bollywood news bollywood gossips