Eid 2019:શાહરુખ ખાને અબ્રાહમ સાથે ફૅન્સને વીશ કરી ઈદ

05 June, 2019 06:54 PM IST  |  મુંબઈ

Eid 2019:શાહરુખ ખાને અબ્રાહમ સાથે ફૅન્સને વીશ કરી ઈદ

Image Courtesy: Yogen Shah

દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ચાલી રહી છે. ત્યારે બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને પરંપરા જાળવી છે. શાહરુખ ખાને મન્નતની બહાર આવેલા ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરુખ ખાન મુંબઈના બાન્દ્રામાં આવેલા તેના બંગલો મન્નતની બાલ્કનીમાં આવ્યો હતો અને ફેન્સનું અભિવાદન કરીને શુબેચ્છા પાઠવી હતી. મન્નતની બહાર રાહ જોઈને ઉભેલા શાહરુખના ફેન્સ પણ પોતાને ગમતા સ્ટારને જોઈને ખુશ થઈ ગયા હતા.

આ અવસરે શાહરુખ ખાન પરંપરાગત વ્હાઈટ કુર્તા પાયજામામાં દેખાયો હતો. શાહરુખ ખાન સાથે તેનો પુત્ર અબ્રાહમ ખાન પણ હતો. લાલ ટી શર્ટ અને ગ્રીન જીન્સમાં ક્યૂટ અબ્રાહમને પોતાના ડેડી ડિયરેસ્ટને કંપની આપી હતી. ઉલ્લેખનીય છે કે એક ઈવેન્ટમાં શાહરુખ કાને કહયું હતું કે તેનો જન્મ દિવસ હોય કે કોઈ તહેવાર હોય, અબ્રાહમ વેહોલ ઉઠી જાય છે અને કહે છે,'પપ્પા જલ્દી આવજો, લોકો રાહ જોઈ રહ્યા છે.'

ઝીરોની નિષ્ફળતા બાદ શાહરૂખ ખાન બ્રેક લઈ રહ્યો છે. કેટલાક સમય બાદ હવે શાહરૂખ ખાન ફરીથી નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે તૈયાર છે. ત્યારે લાગી રહ્યું છે કે શાહરુખ ખાન ફરી એકવાર એક્સન સાથે સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરી શકે છે.

આ પણ વાંચોઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ

હાલ શાહરુખ ખાને પોતાના નવા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરુખ ખાનનો નવો પ્રોજેક્ટ TED Talks છે. ટેડ ટોક્સ્ ઈન્ડિયાઃ નઈ સોચની પહેલી સિઝન ભારતમાં પ્રસારિત થઈ ચૂકી છે. જેમાં જુદા જુદા ક્ષેત્રમાં સફળ થયેલા લોકો આવે છે, અને પોતાની સ્ટ્ર્ગલની વાત કરે છે.

Shah Rukh Khan bollywood eid entertaintment