સંજય મિશ્રાની કામયાબને પ્રેઝન્ટ કરશે શાહરુખ ખાન

01 February, 2020 11:10 AM IST  |  New Delhi

સંજય મિશ્રાની કામયાબને પ્રેઝન્ટ કરશે શાહરુખ ખાન

સંજય મિશ્રા

સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલની ‘કામયાબ’ને શાહરુખ ખાન દૃશ્યમ ફિલ્મ્સ સાથે મળીને પ્રેઝન્ટ કરશે. આ ફિલ્મ આ વર્ષે ૨૦ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી ઇન્ડિયન સિનેમામાં સ્ટ્રગલ કરતા ઍક્ટર્સની છે. સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલના ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે ટ્વીટ કર્યું હતું કે ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દૃશ્યમ ફિલ્મ્સ સાથે મળીને આકર્ષક અને પ્રેરણાત્મક સ્ટોરી હર કિસ્સે કે હિસ્સે ‘કામયાબ’ને જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર નૅશનલ અવૉર્ડ વિજેતા હાર્દિક મેહતા છે. ફિલ્મ ૨૦૨૦ની ૨૦ માર્ચે રિલીઝ થવાની છે.’

sanjay mishra Shah Rukh Khan bollywood news entertaintment