27 August, 2025 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાન વર્ષોથી બાંદરાના બૅન્ડ સ્ટૅન્ડ પર આવેલા બંગલા ‘મન્નત’માં રહે છે. જોકે આ પહેલાં તેણે પોતાની કરીઅરની શરૂઆતમાં ત્રણ દાયકા પહેલાં બાંદરાના કાર્ટર રોડ પર આવેલી શ્રી અમૃત સોસાયટીમાં પ્રૉપર્ટી ખરીદી હતી. હવે રિપોર્ટ પ્રમાણે ત્યાં શ્રી લોટસ ડેવલપર્સ દ્વારા રીડેવલપમેન્ટનો એક મોટો પ્રોજેક્ટ શરૂ થવાનો છે જેના અંતર્ગત શાહરુખને તેના જૂના ફ્લૅટને બદલે નવી 4 BHKની લૅવિશ પ્રૉપર્ટી મળશે. આ પ્રોજેક્ટનું કામ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટની કિંમત ૧૫૦૦થી ૨૦૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. શાહરુખ પહેલેથી જ શ્રી અમૃત સોસાયટીમાં એક સી-ફેસિંગ ફ્લૅટનો માલિક છે અને તેને હવે જે નવો ફ્લૅટ મળશે એનો વિસ્તાર ૧૫૫ ટકા વધુ હશે.