રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રમાં સાયન્ટિસ્ટના રોલમાં જોવા મળશે શાહરુખ ખાન?

15 March, 2020 04:29 PM IST  |  Mumbai Desk

રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રમાં સાયન્ટિસ્ટના રોલમાં જોવા મળશે શાહરુખ ખાન?

શાહરુખ ખાન

શાહરુખ ખાન ‘બ્રહ્માસ્ત્ર’માં સાયન્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. અયાન મુખરજીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળવાની છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૪ ડિસેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ ભાષામાં રિલીઝ થવાની છે. શાહરુખે ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ કોઈ નવી ફિલ્મ સાઇન નથી કરી. ‘બ્રહ્માસ્ત્ર’માં તે નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તેનું કૅરૅક્ટર ખૂબ અગત્યના સીક્વન્સમાં જોવા મળવાનું છે. તે રણબીરના પાત્ર શિવાને મદદ કરે છે. શાહરુખના ફૅન્સ તેને ફિલ્મોમાં જોવા માટે પણ‌ આતુર બન્યા છે.

Shah Rukh Khan ranbir kapoor Brahmastra bollywood bollywood news bollywood gossips