કિંગની ઍક્શન-સીક્વન્સ પાછળ થયો ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ

31 January, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં શાહરુખ ખાન અને સુહાના ખાનને લીડ રોલમાં ચમકાવતી ‘કિંગ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખરજી જેવાં દિગ્ગજ કલાકારો પણ છે.

કિંગની ઍક્શન-સીક્વન્સ પાછળ થયો ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ

હાલમાં શાહરુખ ખાન અને સુહાના ખાનને લીડ રોલમાં ચમકાવતી ‘કિંગ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખરજી જેવાં દિગ્ગજ કલાકારો પણ છે. રિપોર્ટ પ્રમાણે ‘કિંગ’ માટે હાલમાં યુરોપનાં લોકેશન્સ પર એક ભવ્ય ઍક્શન-સીક્વન્સ શૂટ કરવામાં આવી છે જેની પાછળ પ્રોડક્શન-ટીમે અંદાજે ૫૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ ઍક્શન-સીનનું  શૂટિંગ ૧૦ દિવસ સુધી કરવામાં આવ્યું જેમાં દરરોજ લગભગ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો. આ ઍક્શન શેડ્યુલ માટે ૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, એટલે કે દરરોજનો ખર્ચ અંદાજે પાંચ કરોડ રૂપિયા.
આ સીક્વન્સનું શૂટિંગ યુરોપમાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન અને ખાસ સ્ટન્ટ્સ માટે હાયર કરેલી સંપૂર્ણ ટીમની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ‘કિંગ’નું શૂટિંગ જૂન સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે અને મેકર્સ એને ક્રિસમસમાં રિલીઝ કરવાની તૈયારીમાં છે. માર્કેટિંગ ખર્ચને બાદ કરતાં ફિલ્મનો અંદાજે પ્રોડક્શન-બજેટ લગભગ ૩૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Shah Rukh Khan abhishek bachchan suhana khan christmas deepika padukone rani mukerji bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news