હેલ્થ વર્કર્સને પીપીઈ કિટ અને વેન્ટિલેટર્સ પૂરાં પાડવા માટે અપીલ:શાહરુખ

15 May, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્થ વર્કર્સને પીપીઈ કિટ અને વેન્ટિલેટર્સ પૂરાં પાડવા માટે અપીલ:શાહરુખ

શાહરુખ ખાને લોકોને અપીલ કરી છે કે હેલ્થ વર્કર્સ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરાં પાડવા માટે તેના મીર ફાઉન્ડેશનને ડોનેટ કરવામાં આવે. આ અગાઉ શાહરુખ અને ગૌરી ખાને મળીને આ ફાઉન્ડેશન વતી પીએમ-કૅર્સ, મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ ફન્ડમાં ડોનેટ કર્યું હતું. સાથે જ ડેઇલી વેજ અર્નર્સ માટે પણ જીવનજરૂરિયાતની સાધનસામગ્રીઓ પૂરી પાડી હતી એટલું જ નહીં, શાહરુખે પોતાની ચાર માળની ઑફિસ બીએમસીને ફાળવી છે. લોકોને ડોનેટ કરવાની વિનંતી કરતાં શાહરુખે એક વિડિયો બનાવ્યો છે. વિડિયોમાં શાહરુખ કહી રહ્યો છે કે ‘કોરોનાને માત આપવા માટે જે પણ હેલ્થ વર્કર્સ જેવા કે ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, સાયન્ટિસ્ટ્સ જોડાયા છે એ બધા બહાદુર છે. તમે આપેલી નાનામાં નાની મદદ પણ ખૂબ ઉપયોગી છે. બધા હેલ્થ વર્કર્સ ઘણા સમયથી તેમની ફૅમિલીથી દૂર રહી રહ્યા છે જેથી તમે પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહી શકો. અમારી આ પહેલ સાથે અનેક લોકો જોડાવા માગે છે. જોકે મીર ફાઉન્ડેશન ડોનેશનને લઈને કામ નથી કરતું, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે જેમાં સૌની ભાગીદારી જરૂરી છે. એથી બધા સાથે મળીને આપણા ફ્રન્ટલાઇન ફાઇટર્સને મદદ કરીએ. ડોનેશનની તમામ રકમનો ઉપયોગ પીપીઈ કિટ્સ ખરીદવામાં કરવામાં આવશે.’

આ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને મીર ફાઉન્ડેશને ટ્વીટ કર્યું હતું કે, ‘મીર ફાઉન્ડેશન હાલમાં હેલ્થ કૅર સોલ્જર્સને સુરક્ષિત કરવામાં કાર્યરત છે. તમે પણ અમારી આ પહેલમાં જોડાઈ શકો છો. અમારી ક્રાઉડફન્ડિંગ લિન્કમાં ડોનેટ કરો અને પીપીઈ કિટ્સ અને વેન્ટિલેટર્સ ડોનેટ કરવામાં મદદ કરો.’

coronavirus covid19 lockdown entertainment news bollywood bollywood news Shah Rukh Khan