શાહરુખ ખાન કહે છે કે તેનાં સંતાનોની વિચારસરણીમાંથી તે ઘણું નવું શીખ્યો છે

18 February, 2026 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખે ઇન્ટરવ્યુમાં કહ્યું કે વ્યસ્ત જીવન છતાં પરિવાર તેને હંમેશાં જમીન સાથે જોડેલો રાખે છે. 

શાહરુખ ખાનનો પરિવાર

શાહરુખ ખાન દાયકાઓ સુધી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ટોચના સ્થાને રહ્યો છે પણ તે માને છે કે તેનો પરિવાર તેને હકીકતની દુનિયામાં રાખે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શાહરુખે જણાવ્યું હતું કે તેનાં બાળકો આર્યન, સુહાના અને અબરામ તેને વારંવાર સમજાવે છે કે જીવન માત્ર પ્રસિદ્ધિ અને સફળતા સુધી મર્યાદિત નથી.

શાહરુખે ઇન્ટરવ્યુમાં કહ્યું કે વ્યસ્ત જીવન છતાં પરિવાર તેને હંમેશાં જમીન સાથે જોડેલો રાખે છે. 

શાહરુખે ઇન્ટરવ્યુમાં બાળકો સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં કહ્યું કે ‘મારાં બાળકો મારા સૌથી મોટા વિવેચક છે. પરિવાર મને સતત યાદ અપાવે છે કે જીવનની સાચી બાબતો શું છે. વારસો માત્ર વ્યાવસાયિક સફળતાથી નહીં પરંતુ પરિવાર સાથે વહેંચેલી યાદોથી બને છે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાનું રહસ્ય એ છે કે દરેક ક્ષણે સંપૂર્ણ રીતે હાજર રહેવું. પોતાના જુસ્સા અને કામમાં વ્યસ્ત હોવા છતાં હું પિતા તરીકેની ક્ષણો માણવાનું ભૂલતો નથી. મને મારાં બાળકો પર અત્યંત ગર્વ છે. મને આનંદ છે કે બાળકો પોતપોતાની રીતે સર્જનાત્મક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે. બાળકો સાથે કરેલા વૉઇસઓવર જેવા અનુભવ મારા માટે ખૂબ ખાસ રહ્યા. મેં તેમને કામ વિશે શીખવ્યું, પરંતુ તેમની વિચારસરણીમાંથી હું પણ ઘણું નવું શીખ્યો. તેમને નવી બાબતો શીખતાં અને આત્મવિશ્વાસ સાથે આગળ વધતાં જોવાનું મને ખૂબ ગમે છે.’

Shah Rukh Khan aryan khan suhana khan abram khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news