15 April, 2025 11:11 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાનનું લૉસ ઍન્જલસનું ઘર
બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન પાસે કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં એક મોટું ઘર છે જેમાં તમામ પ્રકારની લક્ઝરી ઉપલબ્ધ છે. હવે આ ઘરને ભાડે રાખીને રહી શકાય છે કારણ કે એ હવે વેકેશન રેન્ટલ કંપની airbnb પર ભાડા માટે ઉપલબ્ધ છે. આ ઘરમાં રહેવા માટે એક રાતનું બે લાખ રૂપિયા જેટલું ભાડું છે. શાહરુખનું આ મૅન્શન અત્યંત આલીશાન છે એનો ખ્યાલ તો તસવીરો જોઈને જ આવી જાય છે.