12 October, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બી પ્રાક
બી પ્રાક હવે શાહરુખ ખાનની ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘તુઝે યાદ ના મેરી આઈ’ને રીક્રીએટ કરશે. બી પ્રાકે સોશ્યલ મીડિયા પર આ વિશેની જાહેરાત કરી હતી. ‘કુછ કુછ હોતા હૈ’ની ૨૫મી ઍનિવર્સરી હોવાથી એનું રીક્રીએટ વર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. આ વિશે બી પ્રાકે કૅપ્શન આપી હતી કે ‘જો તમે દિલથી સપનાં જુઓ તો એ પૂરાં થવા માંડે છે. મને એ જણાવતાં ખુશી થાય છે કે મને એકમાત્ર શાહરુખ ખાન સર માટે ગીત ગાવાનું સન્માન મળ્યું છે. કાજોલ અને રાની મુખરજીને આ ગીત ગમશે એવી આશા રાખું છું. આ મૅજિકલ સૉન્ગને મારી સ્ટાઇલમાં ગાવું અને રીક્રીએટ કરવું એ મારું સપનું છે. હું કરણ જોહરનો આભાર માનું છું કે તેમણે મારી વિનંતીને સ્વીકારી અને આ મૅજિકલ સૉન્ગ માટે અમારા પર ભરોસો કર્યો. બેસ્ટ નંબર વન ગીતકાર જાનીએ ખૂબ જ સારું ગીત લખ્યું છે.’