શાહરુખ ખાને ફરી એક વાર કહ્યું, "મેં અનાથ, ગરીબ..."

25 October, 2019 09:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

શાહરુખ ખાને ફરી એક વાર કહ્યું, "મેં અનાથ, ગરીબ..."

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે તે એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારનો છોકરો છે. જેણે દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. આ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું, "હું એક અનાથ નિમ્ન મધ્યમ વર્ગનો છોકરો છું જે ગ્લેમરના શહેર સાથે જોડાયેલો છે અને એક ફિલ્મ અભિનેતા બની ગયો છે. દુનિયાએ મને પ્રેમ આપ્યો છે. તે ફક્ત મારા સપનામાં થાય છે પણ મેં આ વિશે ક્યારેય ન વિચાર્યું. મને વિશ્વાસ નથી થતો કે, હું હજી પણ દિલ્હીનો છોકરો છું."

શાહરુખ ખાને કહ્યું કે તે ક્યારે પણ દિલ્બીમાં પોતાને એક સ્ટાર તરીકે નથી વિચારતો પણ ક્યારેક-ક્યારેક તેને આવો વ્યવહાર કરવો પડે છે.

આ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું કે, "મને સ્ટાર બનવું, બોર કરે છે. હું મારા કામને પ્રેમ કરું છું અને દરેકને વાયદો કરું છું કે અજય બિજલી અને સંજીવ કુમાર બિજલી જ્યાં સુધી સિનેમા થિયેટર બનાવતા રહે છે. તેમ જ હું તેને ભરવા માટે ફિલ્મો બનાવતો રહીશ." શાહરુખ ખાને આગળ જણાવ્યું કે એક ફાઇવ સ્ટાર હોટેલમાં એક થિયેટરનો માલિક થવું તેનું સપનું હતું. શાહરુખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો છે. તે શહેરના પ્રતિષ્ઠિત સિનેમા પરિસર, પીવીઆર અનુપમના સમાપન સમારોહ માટે અહીં આવ્યો હતો. ભારતનો પહેલો મલ્ટીપ્લેક્સ, પીવીઆર અનુપમ ગુરુવારે નવીનીકરણ માટે બંધ થઈ ગયું.

આ પૂછવા પર પહેલી વાર તેણે પોતાને મોટા પડદા પર જોયો ત્યારે તેની શું પ્રતિક્રિયા હતી. આ બાબતે શાહરુખે કહ્યું કે, "1992માં આવેલી ફિલ્મ રાજૂ બન ગયા જેન્ટલમેનની વાત છે, જેનું નિર્દેશન અજીજ મિર્ઝાએ કર્યું હતું. જે મુંબઇના દિગ્ગજ આર. કે. સ્ટુડિયોમાં હતું. હું પોતાને એટલો સુંદર પામ્યો. મારા વાળ એટલા ખરાબ હતા. હું નાના પાટેકર, અમૃતા સિંહ અને જૂહી ચાવલા સામે એટલો ખરાબ અભિનય કરતો હતો. મેં મોડેથી 4.15ની ટીકીટ લીધી જે અમારા પ્રૉડ્યુસરે અમારી માટે 25 ટકા છૂટ પર લીધી હતી. અને એરપોર્ટ પર એ વિચારીને ગયો કે હું ફિલ્મોમાં કામ નહીં કરી શકું. અજીઝ અને જૂહીએ મને વિશ્વાસ અપાવ્યો કે આ એટલું ખરાબ નથી અને ફાઇનલ આથી ઘણું સારું હશે."

Shah Rukh Khan bollywood bollywood news bollywood gossips