શાહરુખ ખાને મરાઠી ફિલ્મ દેઉળ બંદ 2નું ૪૨ લાખનું બિલ માફ કરીને બતાવી દરિયાદિલી

20 June, 2026 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન જેટલો સારો ઍક્ટર છે એટલો જ ઉદારદિલ પણ છે. શાહરુખની આ દરિયાદિલીનો પુરાવો તાજેતરમાં મળ્યો હતો. હાલમાં શાહરુખે પોતાની ઉદારતા બતાવતાં મરાઠી ફિલ્મ ‘દેઉળ બંદ 2’નું લગભગ ૪૨ લાખનું બિલ માફ કરી દીધું હતું.

શાહરુખ ખાને મરાઠી ફિલ્મ દેઉળ બંદ 2નું ૪૨ લાખનું બિલ માફ કરીને બતાવી દરિયાદિલી

શાહરુખ ખાન જેટલો સારો ઍક્ટર છે એટલો જ ઉદારદિલ પણ છે. શાહરુખની આ દરિયાદિલીનો પુરાવો તાજેતરમાં મળ્યો હતો. હાલમાં શાહરુખે પોતાની ઉદારતા બતાવતાં મરાઠી ફિલ્મ ‘દેઉળ બંદ 2’નું લગભગ ૪૨ લાખનું બિલ માફ કરી દીધું હતું. શાહરુખે આ મદદ ત્યારે કરી હતી જ્યારે ફિલ્મના નિર્માતાઓ ગંભીર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ ફિલ્મ ૨૧ મેએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઓછા બજેટની હોવા છતાં ફિલ્મે કમાણીના મામલે અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે. કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ મરાઠી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ટોચની પાંચ ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.

હાલમાં ‘દેઉળ બંદ 2’ના ડિરેક્ટર પ્રવીણ તરડેએ ફિલ્મની રિલીઝ પહેલાં શાહરુખે કેટલી મોટી મદદ કરી હતી એનો ખુલાસો કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં પ્રવીણ તરડેએ કહ્યું હતું કે ‘ફિલ્મની રિલીઝ પહેલાં નિર્માતાઓને ડિજિટલ સિનેમા પૅકેજ (DCP) તૈયાર કરાવવા માટે રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. DCP સિનેમાઘરોમાં ફિલ્મ પ્રદર્શિત કરવા માટે જરૂરી ડિજિટલ ફૉર્મેટ છે. નિર્માતાઓએ એના માટે લગભગ ૧૨ લાખ રૂપિયાનું બજેટ રાખ્યું હતું પણ અંતિમ બિલ આશરે ૪૨ લાખ રૂપિયાનું હતું. આટલી મોટી રકમ જોઈને નિર્માતાઓ ચિંતામાં મુકાઈ ગયા, કારણ કે મર્યાદિત બજેટમાં બનેલી ફિલ્મ માટે આ ખર્ચ ઉઠાવવો ખૂબ મુશ્કેલ હતો. અમારીા ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાની ઇચ્છા હતી પણ DCPનું બિલ ચૂકવવા માટે પૂરતી રકમ ઉપલબ્ધ નહોતી. ત્યાર બાદ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટનો સંપર્ક કરીને સમગ્ર સ્થિતિ સમજાવવામાં આવી. તેમને જણાવાયું કે આ એક પ્રાદેશિક મરાઠી ફિલ્મ છે અને ખૂબ જ મર્યાદિત બજેટમાં બની છે. જ્યારે આ મામલો શાહરુખ સુધી પહોંચ્યો અને તેને ફિલ્મની આર્થિક મુશ્કેલીઓ વિશે જાણ થઈ ત્યારે તેણે તરત જ મદદ કરવાનો નિર્ણય લીધો. શાહરુખે માત્ર એટલું જ કહ્યું કે આ લોકોનું બિલ માફ કરી દો, તેમને DCP આપી દો, આ એક મરાઠી ફિલ્મ છે, પેમેન્ટ પછી જોઈ લઈશું. આ મદદ ક્યારેય ભૂલી નહીં શકું.’

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news