કામયાબ નાની ફિલ્મ છે, પરંતુ દિલ મોટું છે : શાહરુખ ખાન

07 March, 2020 01:40 PM IST  |  Mumbai

કામયાબ નાની ફિલ્મ છે, પરંતુ દિલ મોટું છે : શાહરુખ ખાન

‘કામયાબ’

શાહરુખ ખાનનું કહેવું છે કે ‘કામયાબ’ એક નાની ફિલ્મ છે, પરંતુ એનું દિલ મોટું છે. આ ફિલ્મની સ્ટોરી કૅરૅક્ટર આર્ટિસ્ટની લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલ લીડ રોલમાં છે. ફિલ્મને શાહરુખે પ્રેઝન્ટ અને હાર્દિક મહેતાએ ડિરેક્ટ કરી છે. ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મની ટીમ સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘એક નાનકડી ફિલ્મ છે, પરંતુ એનું દિલ ખૂબ જ મોટું છે. એમાં દિલ પણ તૂટે છે. આ ફિલ્મ જે જુએ તેમને પસંદ પડે એવી આશા રાખું છું. ટીમને શુભકામના. હવે બસ લાઇફને એન્જૉય કરો. કોઈ અન્ય પર્યાય પણ નથી.

Shah Rukh Khan sanjay mishra bollywood news entertainment news