શાહરુખ તેનાં બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે?

21 January, 2020 12:07 PM IST  |  Mumbai

શાહરુખ તેનાં બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે?

કરણ જોહર

શાહરુખ ખાન તેનાં બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. શાહરુખ તેની ‘ઝીરો’ બાદ સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો છે. જોકે છાશવારે એવી ચર્ચા ચાલતી રહે છે કે શાહરુખ ફિલ્મ મેકર્સ સાથે ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યો છે. આજ સુધી કોઈ ચોક્કસ ડિરેક્ટર્સનુ નામ કદી પણ જાહેર કરવામાં નથી આવ્યુ. તાજેતરમાં જ સાંભળવા મળ્યુ હતું કે રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મમાં તે કરીના કપૂર ખાન સાથે જોવા મળશે. શાહરુખ ફિલ્મને લઈને કોઈ પણ પ્રકારનાં એક્સપેરિમેન્ટ નથી કરવા માગતો. આ તમામ અફવાઓનાં વમળમાં શાહરુખનું નામ કબીર ખાન સાથે પણ જોડાયેલુ હતું. એવી પણ ચર્ચા છે કે તે રાકેશ શર્માની બાયોપિકમાં ફાતિમા સના શેખ સાથે દેખાશે.

આ પણ વાંચો : ...તો દીવારમાં રાજેશ ખન્ના ને નવીન નિશ્ચલ હીરો તરીકે જોવા મળ્યા હોત!

જોકે આ બધામાં એક વાત તો નક્કી જ છે કે તે અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

karan johar Shah Rukh Khan bollywood news entertaintment