ઑસ્ટ્રેલિયામાં નિરાશ ચાહકને જોઈને શાહરૂખે કર્યું આવું, જુઓ વીડિયો

08 August, 2019 05:21 PM IST  |  મેલબર્ન

ઑસ્ટ્રેલિયામાં નિરાશ ચાહકને જોઈને શાહરૂખે કર્યું આવું, જુઓ વીડિયો

શાહરૂખે જીત્યા ચાહકોના દિલ

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફેન ફોલાઈંગ ખાલી ઈન્ડિયામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. શાહરૂખ જ્યાં પણ જાય છે ત્યા તેની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે ત્યાં ભીડ એકઠી થાય તે સ્વાભાવિક છે. આવો જ કાંઈક નજારો ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યો. જ્યાં શાહરૂખ ખાન ભીડમાં ફસાઈ ગયા હતા. ચાહકો વચ્ચેથી નીકળવામાં શાહરૂખ સફળ તો થયા પરંતુ પોતાના ફીમેલ ચાહકોનો નિરાશ ચહેરો તેમનાથી ન જોવાયો અને પાછા તેઓ ભીડમાં પહોંચી ગયા.

તમને જણાવી દઈએ કે હાલમાં જ શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કરણ જોહરની સાથે સ્પોટ કરવામાં આવ્યા. શાહરૂખ ઈંડિયન ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં સામેલ થવા માટે ઑસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા હતા.


મેલબર્ન પહોંચીને શાહરૂખ જેવા એરપોર્ટમાંથી બહાર નીકળ્યા કે તેમને ચાહકોએ ઘેરી લીધા. દરેક શાહરૂખ ખાન સાથે એક સેલ્ફી ક્લિક કરાવવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. ભીડમાં ફસાયેલા શાહરૂખ પોતાની ક્રૂની મદદથી ગાડી સુધી પહોંચવામાં સફળ તો થયા. જો કે આ સિલસિલો અહીં ખતમ ન થયો.

પોતાના ચાહકોને પરેશાન થઈને શાહરૂખ ખાનથી ન રહેવાયું અને તેઓ પોતાની ગાડીમાંથી બહાર આવી ગયા. અને શાહરૂખે પોતાની ચાહકો સાથે તસવીર પણ ખેંચાવી.


વર્કફ્રન્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં શાહરૂખ ખાને કોઈપણ ફિલ્મ સાઈન નથી કરી. છેલ્લી વાર શાહરૂખ ફિલ્મ ઝીરોમાં નજર આવ્યા હતા. ફિલ્મે બોક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ નહોતી બતાવી પરંતુ શાહરૂખના વખાણ કરવામાં આવ્યા હતા.

Shah Rukh Khan bollywood news