જાણી જોઈને મોડા આવવાનો કોઈને શોખ નથી હોતો : શાહરુખ ખાન

05 October, 2023 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ શાહરુખે ‘જવાન’ની સક્સેસ સેલિબ્રેટ કરતી સ્પેશ્યલ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

શાહરુખ ખાન

શાહરુખ ખાન જણાવે છે કે કોઈ જાણી જોઈને મોડા નથી આવતા, એની પાછળ કારણ હોય છે. શાહરુખની ‘જવાન’ ખૂબ ધૂમ મચાવી રહી છે. હાલમાં જ શાહરુખે ‘જવાન’ની સક્સેસ સેલિબ્રેટ કરતી સ્પેશ્યલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ દરમ્યાન તેણે ફૅન્સ સાથે વાતચીત કરી અને ફિલ્મના કેટલાક સીન્સ રીક્રીએટ કર્યા હતા. એના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં પ્રેસ-કૉન્ફરન્સમાં મોડા પહોંચવાનું કારણ જણાવતાં શાહરુખ કહી રહ્યો છે કે ‘મેં તાજેતરમાં જ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી અને હું દોઢ કલાક મોડો પડ્યો હતો. એક વ્યક્તિએ એના પર આખો આર્ટિકલ લખી નાખ્યો હતો. તેમને જાણ નહોતી કે આખી ટીમ આખા ભારતમાંથી આવી રહી હતી અને કેટલાક લોકો દુબઈથી પણ આવવાના હતા. આ જ કારણ છે કે કોઈ મોડા શું કામ પહોંચે છે. તેઓ જાણી જોઈને મોડા નથી પહોંચવા માગતા.’

Shah Rukh Khan bollywood news bollywood gossips bollywood entertainment news