કિંગ ખાને દિલ્હીને 500 રેમડેસિવિર ઈન્જેક્શન ડોનેટ કર્યા

11 December, 2020 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિંગ ખાને દિલ્હીને 500 રેમડેસિવિર ઈન્જેક્શન ડોનેટ કર્યા

ફાઈલ ફોટો

બૉલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન પણ કોરોના પીડિતોની મદદ કરવાના ભાગરૂપ પોતાની ઓફિસ કોરોના દર્દી અને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આપી છે. તેમણે જરૂરીયાતમંદોની આર્થિક મદદ પણ કરી છે. તે ઉપરાંત તેમણે કોરોનાનાં દર્દીઓ માટે 500 રેમડેસિવિર ઈન્જેક્શન પણ ડોનેટ કર્યા છે.

શાહરૂખે આ ઈન્જેક્શન દિલ્હી સરકારને આપ્યા હતા. હવે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આભાર માન્યો છે. જૈને લખ્યું કે હું શાહરૂખ અને તેમની મીર ફાઉન્ડેશનનો આભાર માનું છું, જેમણે અમને 500 રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા છે, તે પણ ત્યારે જ્યારે અમને તેની સૌથી વધારે જરૂર હતી. જરૂરિયાતના સમયે કરવામાં આવેલી તમારી મદદથી અમે તમારા આભારી છીએ.

આ પોસ્ટ પર શાહરૂખે મીર ફાઉન્ડેશનના સોશિયલ મીડિયા હેન્ડલથી સત્યેન્દ્ર જૈનનો આભાર માન્યો છે. પોસ્ટમાં લખ્યું- અમારા કામની કદર કરવા બદલ આભાર. બધાના સહકાર અને ઉદારતાને કારણે જ આ શક્ય બન્યું. આ જાણકારી સામે આવતા જ શાહરૂખના ફેન્સે પણ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા શરૂ કરી દીધી છે. તેઓ શાહરૂખ ખાનને ભારતનું ગૌરવ ગણાવી રહ્યા છે અને તેમને રઈસ એક્ટર પર ગર્વ છે.

Shah Rukh Khan