PM-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર CM રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે શાહરુખ-ગૌરી

04 April, 2020 12:58 PM IST  |  Mumbai Desk | IANS

PM-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર CM રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે શાહરુખ-ગૌરી

કોરોના વાઇરસના જંગમાં સરકારને મદદ કરવા માટે શાહરુખ ખાન અને ગૌરી ખાને સાથે મળીને પીએમ-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ મુંબઈ, કલકત્તા અને નવી દિલ્હીમાં પણ શાહરુખ મદદ કરવાનો છે એટલુ જ નહીં, શાહરુખ અને ગૌરી ખાન તેમનાં બિઝનેસ પાર્ટનર જુહી ચાવલા મહેતા અને જય મહેતા સાથે મળીને T20 ક્રિકેટ સિરીઝનું આયોજન કરશે. એમાંથી જમા થનાર રકમને તેઓ પીએમ-કૅર્સ ફન્ડમાં ડોનેટ કરશે. સાથે જ આ લૉકડાઉનને કારણે મુંબઈના જે લોકોના જીવનનિર્વાહનો પ્રશ્ન નિર્માણ થયો છે તેમના માટે શાહરુખનું મીર ફાઉન્ડેશન, એક સાથ સંસ્થા સાથે મળીને દરરોજના ભોજનની પણ વ્યવસ્થા કરવાના છે. તેણે ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ડી. શિવાનંદના રોટી ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે જેથી ડેઇલી વેજિસ મજદૂરોને ભોજનની સાથે જ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવે. કોલકતા નાઇટ રાઇડર્સ અને મીર ફાઉન્ડેશન સાથે મળીને વેસ્ટ બેન્ગાલ અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને હેલ્થકૅર કર્મચારીઓ માટે ૫૦,૦૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવામાં મદદ કરશે. સાથે જ કોરોના વાઇરસને લઈને લોકોમાં સજાગતા પણ ફેલાવશે. શાહરુખની કોલકતા નાઇટ રાઇડર્સ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, મીર ફાઉન્ડેશન અને રેડ ચિલીઝVFX સાથે મળીને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરશે. સાથે જ શાહરુખે લોકોને પણ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપવાની અપીલ કરી છે. આ સંદર્ભે વધુ વિગત આપતાં એક નોટ ટ્વિટર પર શૅર કરીને શાહરુખના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે ટ્વીટ કર્યું હતું કે ‘આપણે ઘરોમાં સલામત છીએ તો બીજી તરફ અનેક લોકો આપણી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. તેમનાં સ્વાસ્થ્યની ચિંતા કરતાં અને તેમના કલ્યાણ માટે અમે નાનકડું યોગદાન આપીએ છીએ. અલગ રહીને પરંતુ સાથે મળીને આપણે આ સમસ્યાનો સામનો કરી શકીશું.’

Shah Rukh Khan gauri khan bollywood bollywood news bollywood gossips coronavirus covid19