હું એવું શું કહી રહી હતી કે તું આટલો શરમાઈ ગયો?

07 May, 2026 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં શબાના આઝમીએ સોશ્યલ મીડિયા પર એક જૂની તસવીર શૅર કરી છે, જેમાં તેની સાથે વિકી કૌશલ જોવા મળે છે. આ તસવીરમાં બન્ને હળવા અને મજેદાર અંદાજમાં વાતચીત કરતાં નજર આવે છે.

હું એવું શું કહી રહી હતી કે તું આટલો શરમાઈ ગયો?

હાલમાં શબાના આઝમીએ સોશ્યલ મીડિયા પર એક જૂની તસવીર શૅર કરી છે, જેમાં તેની સાથે વિકી કૌશલ જોવા મળે છે. આ તસવીરમાં બન્ને હળવા અને મજેદાર અંદાજમાં વાતચીત કરતાં નજર આવે છે.
આ તસવીર જોઈને એવું લાગે છે કે શબાના કંઈક એવું કહી રહી છે જે સાંભળીને વિકી શરમાઈ જાય છે અને સ્માઇલ કરે છે. આ જૂની તસવીર શૅર કરીને શબાનાએ હળવાશથી કમેન્ટ કરતાં લખ્યું કે ‘હું એવું શું કહી રહી હતી કે તું આટલો શરમાઈ ગયો?’
શબાનાની આ પોસ્ટ પર વિકીએ પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો. તેણે કમેન્ટમાં લખ્યું, ‘બતા દેતા પર અબ ભી શરમ આ રહી હૈ.’ સોશ્યલ મીડિયા પર શબાના અને વિકી વચ્ચેનો આ મજેદાર સંવાદ ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે.

શબાના આઝમીએ આવી કમેન્ટ સાથે શૅર કરેલી જૂની તસવીરનો વિકી કૌશલે પણ રસપ્રદ જવાબ આપ્યો

vicky kaushal shabana azmi social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news