શબાના આઝમીની તબિયત બહેતર, ઘરે પાછાં

01 February, 2020 06:17 PM IST  |  Mumbai | Mumbai Desk

શબાના આઝમીની તબિયત બહેતર, ઘરે પાછાં

પ્રતિષ્ઠિત અભિનેત્રી શબના આઝમી ગયા મહીને કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં તેમને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટીલમાં દાખલ કરાયા હતા. આજે તેઓ ઘરે પાછા ફર્યા છે અને તેમણે ટ્વીટ કરીને પોતાના ચાહકોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો છે. 18મી જાન્યુઆરીએ મુંબઇ પુના એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા તેમની કારનો અકસ્માત થયો હતો અને તેમને માથા તથા ચહેરા પર ઇજા થઇ હતી. તેમને તથા તેમના ડ્રાઇવર કમલેશ કામથને તરત નવી મુંબઇની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ ત્યાંથી તેમને તરત કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

 

 

ઘરે પાછા ફરેલા શબાના આઝમીએ ટ્વિટર હેન્ડલ દ્વારા પોતાની તબિયત અંગે ચાહકોને જાણ કરી હતી તથા શુભેચ્છકો અને ટીના અંબાણી તથા કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટપલનો આભાર માન્યો હતો. તેમના ડ્રાઇવર સામે રેશ ડ્રાઇવિંગ અને ઇગ્નોરન્સનો ગુનો નોંધાયો છે.

shabana azmi bollywood bollywood news