JNUમાં થયેલી હિંસાને લઈને બૉલીવુડનો ફૂટ્યો આક્રોશ

07 January, 2020 01:00 PM IST  |  New Delhi

JNUમાં થયેલી હિંસાને લઈને બૉલીવુડનો ફૂટ્યો આક્રોશ

સોનમ કપૂર આહુજા

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં ટીચર્સ અને વિદ્યાર્થીઓ પર રવિવારે રાતે હિંસક હુમલો કરવામાં આવતા બૉલીવુડની સેલિબ્રિટીઝે રોષ વ્યક્ત કર્યો છે. કેટલાક માસ્ક પહેરેલા લોકોએ ટીચર્સ અને વિદ્યાર્થીઓ પર લાકડી અને સળિયાઓથી હુમલો કરીને કૅમ્પસની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યુ હતું. લગભગ ૨૮ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર બૉલીવુડ સેલિબ્રિટીઝે આક્રોશ વ્યક્ત કર્યો છે. શૉકિંગ, ઘૃણાસ્પદ અને હિચકારી. તમે જ્યારે નિર્દોષ લોકો પર હુમલો કરો છો ત્યારે તમારો ચહેરો દેખાડવાની પણ હિમ્મત રાખો.
- સોનમ કપૂર આહુજા

શું આવું ખરેખર થઈ રહ્યું છે? હું ઇન્ડિયામાં નથી અને આ બધુ એક ખરાબ સપના જેવું લાગી રહ્યું છે. JNUમાં વિદ્યાર્થીઓ અને ટીચર્સ પર કરવામાં આવેલા હુમલાને લઈને જો હજી પણ તમને ગુસ્સો ના આવે તો મને એ નથી સમજાતું કે ભવિષ્યમાં તમે શેની રાહ જોઈ રહ્યાં છો? ફીમાં વધારો કરવો અને સીલેબસ બદલવા જેવા નિર્ણયો સરકારે લેવા જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ અટકાવી શકાય છે. અમે વિદ્યાર્થીઓ સાથે જ છીએ.
- શબાના આઝમી

JNUમાં જે કંઈ પણ ઘટ્યુ એ ખૂબ જ શરમજનક, ભયાનક અને હૃદય દ્રાવક છે. આ હુમલા માટે જે પણ જવાબદાર છે તેમને કડક સજા મળવી જોઈએ.
- રાજકુમાર રાવ

JNUની ઘટના જોઈને મને ખૂબ દુ:ખ થયુ છે. ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ ખૂબ ભયાનક છે. ટીચર્સ અને વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યાં છે અને માસ્કધારીઓ આંતક ફેલાવી રહ્યાં છે. આ એક બ્લેમ ગેમ છે. રાજકિય સ્વાર્થ માટે આપણે ખૂબ જ નીચલા સ્તર પર પહોંચી ગયા છીએ. હિંસા એ કંઈ ઉપાય નથી. આપણે કેમ આટલા નિર્દયી બની ગયા છીએ?
- ક્રિતી સૅનન

હિંદુત્વનો આતંકવાદ હવે બહાર આવી ગયો છે.
- અનુરાગ કશ્યપ

એક એવુ સ્થાન જ્યાં આપણું ભવિષ્ય ઘડાય છે એની અંદરની સ્થિતિ જો આવી હોય તો એ વિશે શું કહેવું. આ હંમેશાં માટે ડર પેદા કરશે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ ક્યારેય ના થઈ શકે. કેવા પ્રકારનું ઘડતર થઈ રહ્યું છે? આ બધુ જોઈને ખૂબ દુ:ખ થાય છે.
- તાપસી પન્નુ

JNUમાં હિંસક ઘટના ઘટી છે. મહેરબાની કરીને તમને જણાવી દઉં કે આ હુમલો હતો, નહીં કે કોઈ બે ગ્રુપ વચ્ચેની ટક્કર.
- અલંક્રિતા શ્રીવાસ્તવ

હું ભારતનાં લોકો અને વિદ્યાર્થીઓનાં પક્ષમાં છું. ભારત સરકારની નિર્દયતા અને હિંસાને લઈને શરમ આવે છે.
- રીમા કાગતી

મારી મમ્મી સલામત છે. JNUમાં હવે શાંતિ છે અને ગેટ્સ પણ ખોલવામાં આવ્યા છે. દિલ્હીમાં નાગરીકો જે પ્રકારે આગળ આવ્યા અને JNUની મૅન ગેટ્સ પાસે જમા થયા હતાં એને લઈને હું તેમનો દિલથી આભાર માનું છું. તમે JNUને બચાવી લીધી છે. મીડિયા અને રિપોટર્સનો આભાર કે તેમણે પોતાની સલામતીની પરવા કર્યા વગર મદદ કરી હતી. આતંકવાદથી સૌને મુક્તી અપાવી.
- સ્વરા ભાસ્કર

આ ખરેખર ખૂબ જ અપરાધિક ઘટના હતી. મેં જે પણ જોયુ એ ખૂબ જ દુ:ખદ અને શૉકિંગ હતું. આ ઘટના હચમચાવનારી હતી. એનાં વિશે વિચારતા હું આખી રાત ઉંઘી શક્યો નહીં. હિંસા કરવાથી આપણને કંઈ નથી મળવાનું. જે લોકો આ હિંસામાં સંડોવાયેલા છે તેમને સખત સજા આપવી જોઈએ.
- અનિલ કપૂર

sonam kapoor rajkummar rao anil kapoor bollywood news