પ્રભાસની 'સાહો' માટે 65 કરોડના ખર્ચે બનાવાયું અકલ્પનીય શહેર

28 July, 2019 06:39 PM IST  | 

પ્રભાસની 'સાહો' માટે 65 કરોડના ખર્ચે બનાવાયું અકલ્પનીય શહેર

પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આવનારી ફિલ્મ સાહોને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાહોના ટ્રેલર રિલીઝ સાથે જ ફિલ્મને લઈને વધારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. રિલીઝ થયેલા ટીઝરમાં આપણને એક અત્યાધુનિક શહેર જોવા મળ્યું હતું. આ શહેર એક એવા અકલ્પનીય મોડર્ન શહેર જેવું દેખાઇ છે, જેવું અત્યાર સુધી જોવા નથી મળ્યું. ટ્રેલરમાં ઊંચી-ઊંચી બિલ્ડિંગ્સની આ કાલ્પનિક દુનિયામાં અદ્દભૂત એક્શન દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યા છે. આ શહેરમાં ફિલ્મનો હિરો પ્રભાસ બાઇક ચેઝિંગ સીનમાં એક્શન સ્ટંટ કરતો દેખાશે. શું તમે જાણો છો કે આ અવિશ્વસનીય દુનિયાને અબુ ધાબીના રણમાં 65 કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવી હતી. આ કામને સ્વરૂપ આપ્યું હતું આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર સાબૂ સિરિલે આ રીતે ફ્યુચર સિટીનો સેટ તૈયાર કર્યો છે.

સાબૂએ આ સેટની બનાવટ ‘બેટમેન સીરિઝ’ની ગોથમ સિટીથી ઇન્સ્પાયર્ડ બનાવી છે. અમીરાતના રણમાં ભવિષ્યના સિટીની આબોહુબ પ્રતિકૃતિ બનાવવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રોડક્શન ડિઝાઇનર સાબૂને 2 વર્ષનો સમય લાગ્યો હતો. સાબૂએ આઠ વખત અબુધાબીની સફર કરી. તેમણે ‘બેટમેન સીરિઝ’માં દર્શાવેલા ગોથમ શહેરનું ઉદાહરણ સામે રાખ્યું અને ‘સાહો’ની અકલ્પનીય દુનિયાનું નિર્માણ શરૂ કર્યુ હતું.

આ પણ વાંચો: ફેસએપ ચેલેન્જ પર બની રહેલા પોતાના મીમ્સ પર અનિલ કપૂરે આપ્યો જવાબ

ફિલ્મમાં પહેલા ક્યારેય આવું કંઈ જોવા નથી મળ્યું. જિયોગ્રાફિકલ પોઝિશન અને મોટી જગ્યાના ફાયદાના કારણે સાબૂ દ્વારા અબુ ધાબીમાં આ સેટઅપ બનાવવામાં આવ્યો હતો. તેમાં અમને ઘણો સમય લાગી ગયો પરંતુ અમે તેને જેટલું શક્ય હતું એટલું પર્ફેક્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સેટ બનાવવાનો ટાસ્ક માત્ર સેટ ડિઝાઇનર્સ ઉપર હતો નહી. આ કામમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટ અને ડિજીટલ કમ્પોઝિટર્સની પણ મદદ લેવામાં આવી હતી.

bollywood gossips prabhas