Video: કેન્સર સામે લડ્યા બાદ સોનાલી બેન્દ્રેનું મેકઓવર

30 May, 2019 02:28 PM IST  |  મુંબઈ

Video: કેન્સર સામે લડ્યા બાદ સોનાલી બેન્દ્રેનું મેકઓવર

કેન્સર સામે લડ્યા બાદ સોનાલી બેન્દ્રેનું મેકઓવર

સોનાલી બેન્દ્રે(sonali bendre)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હેર સલૂનમાં વાળનું મેકઓવર કરાવી રહી છે. આ વીડિયો શેર કરવાની સાથે સોનાલીએ એક મેસેજ પણ આપ્યો છે. જેમાં તેઓ કહે છે, 'જ્યારે તમે બિલકુલ પણ અપેક્ષા નથી કરી રહ્યા હોત ત્યારે તમારી ગાઢ દોસ્તી થઈ દા છે. મારી મુલાકાત ન્યૂયૉર્કમાં tomoarakawa સાથે થઈ અને તે એક સારી દોસ્તીમાં બદલાઈ ગઈ. સાચું કહું તો હું જ્યારે તેમને 2 કાતર લઈને એકસાથે કામ કરતા જોઉં છું તો હું તેમને જોતી જ રહી જાઉં છું. હું તેમની આભારી છું કે તેઓ સમય કાઢીને ભારત આવ્યા અને તેમણે મારું મેકઓવર કરવાનું પસંદ કર્યું. હું આ સલૂનમાં આવીને સારું અનુભવી રહી છું અને હું અહીથીં એક નવા હેરકટ લઈને જઈ રહી છું.'


મહત્વનું છે કે સોનાલી બેન્દ્રે કેન્સરથી પીડિત હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેનો ન્યૂયૉર્કમાં ઈલાજ કરી રહ્યો હતો. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી હતી. ક્યારેક પોતાની પર્સનલ તો ક્યારે પ્રોફેસનલ લાઈફ સાથે જોડાયેલી પોસ્ટ તેણે શર કરી. તેમની પોસ્ટ જોઈને ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેમને આટલી ગંભીર બીમારી છે. તેઓ આ સમયે ખૂબ જ પોઝિટિવ નજર આવી હતી.

sonali bendre bollywood news