Video: '83 ફિલ્મની તૈયારી સાથે સિતારાઓની મસ્તી

20 April, 2019 11:00 AM IST  |  મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

Video: '83 ફિલ્મની તૈયારી સાથે સિતારાઓની મસ્તી

જુઓ કેવી ચાલી રહી છે વર્લ્ડ કપની તૈયારી

બૉલને સ્પિન કઈ રીતે કરવોથી બેટ કેમ પકડવું તેની પ્રેક્ટિસ. '83 ફિલ્મની કાસ્ટ કરી રહી છે જોરદાર તૈયારી અને આ વાત તેમના હમણાં જ સામે આવેલા વીડિયોથી સાબિત થાય છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપમાં મળેલી જીત પર બની રહી છે. ફિલ્મના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક મિનિટ લાંબો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે ધરમશાળાના સ્ટેડિયમના એરિયલ વ્યૂથી શરૂ થાય છે.


વીડિયોમાં રણવીર સિંહ, જેઓ કપિલ દેવની ભૂમિકામાં છે તેઓ એક્સરસાઈઝ કરતા જોવા મળી રહ્યા છે અને ટીમને કહેતા જોવા મળે છે કે, "આવતી કાલે કપિલ સર આવી રહ્યા છે. તમને ક્રિકેટ આવડે છે એવું બતાવો એ જરૂરી છે."

થોડી ક્ષણો બાદ રણવીર કપિલ દેવ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. જ્યારે સાકિબ સલીમ મોહિન્દર અમરનાથ પાસેથી સ્કિલ્સ શીખી રહ્યા છે..જ્યારે એમ્મી વિર્ક બલવિંદર સિંહ સંધુ પાસેથી બોલ સ્પિન કરતા શીખી રહ્યા છે.

આ પણ વાંચોઃ કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા. '83 ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટની રજૂઆત છે. જેને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ 10 એપ્રિલ 2020ના રીલિઝ થશે. ફિલ્મમાં કેવી રીતે કપિલ દેવ અને ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો તેની કહાની છે.