મને ચોથી ગ્રેડમાંથી સ્કૂલવાળાએ તગેડી મૂક્યો હતો : સલમાન ખાન

26 December, 2019 04:00 PM IST  |  Mumbai Desk

મને ચોથી ગ્રેડમાંથી સ્કૂલવાળાએ તગેડી મૂક્યો હતો : સલમાન ખાન

સલમાન ખાનને તે જ્યારે ચોથી ગ્રેડમાં હતો ત્યારે સ્કૂલમાંથી તગેડી મૂકવામાં આવ્યો હતો. સલમાને સાથે જ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે બાળપણમાં તેને સંભાળવો તેના પેરન્ટ્સ માટે અઘરું કામ હતું. ‘ધ તારા શર્મા’ શોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે બાળપણમાં તે કેવો બાળક હતો? એનો જવાબ આપતાં સલમાને કહ્યું હતું કે ‘એક બાળક તરીકે મને સંભાળવો મારા પેરન્ટ્સ માટે મુશ્કેલ હતું. હજી પણ ખૂબ જ અઘરું છે. હું હજી પણ મારી એ ક્વૉલિટી પર કામ કરી રહ્યો છું. મને એ નથી જાણ કે મેં એવું તે શું ખોટું કર્યું હતું કે હું જ્યારે ચોથી ગ્રેડમાં હતો ત્યારે સ્કૂલવાળાએ મને કાઢી મૂક્યો હતો. અન્ય સ્કૂલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જોકે એ સ્કૂલવાળાએ મારી પહેલાંની સ્કૂલને મને એ સ્કૂલમાં પાછો લેવાની વિનંતી કરી હતી. એથી હું પાછો આવ્યો હતો અને અહીંથી પાસ થઈને નીકળ્યો હતો.’

પાલી હિલમાં પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરશે સલમાન ખાન
સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે પોતાનો બર્થ-ડે પાલી હિલમાં ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરશે. દર વર્ષે સલમાન પનવેલમાં આવેલા તેના ફાર્મહાઉસમાં ગ્રૅન્ડ પાર્ટી આપે છે. જોકે આ વખતે પાલી હિલમાં આવેલા સોહેલ ખાનના ઘરે ગ્રૅન્ડ પાર્ટી થવાની છે. એક કારણ એ પણ છે કે તેની બહેન અર્પિતા ખાન ટૂંક સમયમાં બીજા બાળકને જન્મ આપવાની છે. એથી તેની ફૅમિલી અર્પિતા સાથે વધુ સમય પસાર કરવા માગે છે એટલું જ નહીં, એવી પણ શક્યતા છે કે સલમાનના બર્થ-ડેને યાદગાર બનાવવા માટે ૨૭ ડિસેમ્બરે જ અર્પિતા સી-સેક્શન દ્વારા ખારસ્થિત હિન્દુજા હેલ્થ કૅર સર્જિકલમાં બાળકને જન્મ આપશે. સલમાનની બર્થ-ડે પાર્ટીમાં શાહરુખ ખાન, કૅટરિના કૈફ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા, સઈ માંજરેકર, મહેશ માંજરેકર, કબીર ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે.

‘દબંગ 3’ કરતાં લોકોની સલામતી અગત્યની છે : સલમાન ખાન
સલમાન ખાનનું કહેવું છે કે તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘દબંગ 3’ કરતાં લોકોની સુરક્ષા મહત્ત્વની છે. દેશમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને કારણે ઊઠેલા વિવાદને જોતાં લોકો ફિલ્મ જોવા માટે બહાર નથી નીકળતા. એને કારણે ફિલ્મના કલેક્શન પર પણ માઠી અસર પડી છે. એ વિશે સલમાન ખાને કહ્યું હતું કે ‘આવા કપરા સમયમાં ફિલ્મ સારી ચાલે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એનું શ્રેય ફૅન્સને જાય છે. ફૅન્સ મારા પ્રતિ ખૂબ પ્રામાણ‌િક છે. તેઓ ફિલ્મ જોવા માટે બહાર નીકળે છે. ઉત્તર પ્રદેશમાં ૧૪૪ કલમ લાગી હોવાથી ત્યાંનું કલેક્શન જાણી નથી શકાયું. જોકે સ્થિતિ થાળે પડ્યા બાદ તે લોકો પણ ફિલ્મ જોવા જશે. તેમની સિક્યૉરિટી પહેલાં જરૂરી છે ત્યાર બાદ ‘દબંગ 3’ છે. અન્ય રાજ્યોમાં ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.’

Salman Khan salman khan controversies bollywood bollywood news