Satyamev Jayate 2 Trailer Release: જૉન અબ્રાહમે કર્યો આ વાયદો...

25 October, 2021 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મમાં એક રાજનેતા, પોલીસ, ખેડૂનેતા, અને એક હત્યારો છે ફિલ્મમાં આ દરેકની ભૂમિકા જૉન અબ્રાહમે પોતે ભજવી છે. જ્યારે એક પિતા છે, તેમાંથી 2 દીકરા છે જેમની વિચારધારાઓ સાવ જુદી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

જૉન અબ્રાહમ Satyamev Jayate 2ની સાથે તેને વધુ એક લેવલ આગળ લઈ જઈ રહ્યો છે. આની સાથે જ જણાવવાનું કે આ ફિલ્મનું ટ્રેલર નિર્માતાઓએ સોમવારે એટલે કે આજે રિલીઝ કરી દીધું છે. સાથે જ જૉન અબ્રાહમે આ ફિલ્મમાં અનેક મહત્વની ભૂમિકાઓ ભજવી છે. જેમ કે ફિલ્મમાં એક રાજનેતા, પોલીસ, ખેડૂનેતા, અને એક હત્યારો છે ફિલ્મમાં આ દરેકની ભૂમિકા જૉન અબ્રાહમે પોતે ભજવી છે. જ્યારે એક પિતા છે, તેમાંથી 2 દીકરા છે જેમની વિચારધારાઓ સાવ જુદી છે.

અહીં જુઓ ટ્રેલર


આ ફિલ્મ એક એક્શન ડ્રામા છે. અનૂપ સોની, હર્ષ છાયા, ગૌતમી કપૂર અને અન્ય અભિનીત આ ફિલ્મ દિવ્યા ખોસલા કુમારના અભિનય કમબૅકનું પ્રતીક છે. નોરા ફતેહી એક ડાન્સ નંબરમાં પણ દેખાય છે. ટ્રેલર દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય વિશેના ઊંડા સંવાદો સભર છે. 

આ દિવસે થશે રિલીઝ
નિર્દેશક મિલાપ ઝાવેરીએ આ પરિયોજનામાં કમબૅક કર્યું છે, જેને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમારની ટી-સીરિઝ અને મોનિશા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણીની એમ્મે એન્ટરટેઇમેન્ટ દ્વારા સહ-નિર્મિત કરવામાં આવી છે. આ ફિલ્મ 25 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

bollywood news bollywood bollywood gossips entertainment news john abraham trailer launch