સારા ફિલ્મની રાઇટિંગમાં કદી પણ સામેલ નથી થતી

10 February, 2020 03:24 PM IST  |  Mumbai Desk | Mohar Basu

સારા ફિલ્મની રાઇટિંગમાં કદી પણ સામેલ નથી થતી

સારા અલી ખાન ફિલ્મની રાઇટિંગમાં કદી પણ દખલ નથી આપતી. કાર્તિક આર્યન સાથેની તેની ‘લવ આજકલ 2’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. સાથે જ તે અક્ષયકુમાર અને ધનુષની ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મ આનંદ એલ. રાય ડિરેક્ટ કરશે. આ ફિલ્મ વિશે સારાએ કહ્યું હતું કે ‘મને એ વાતની પૂરી ખાતરી હોય છે કે મારે શું કરવાનું હોય છે પછી એ ફિલ્મોની પસંદગી હોય કે પછી મારી પબ્લિક ઇમેજ હોય. પ્રામાણ‌િકપણે કહું તો મેં જ્યારે ‘અતરંગી રે’ની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે આ ફિલ્મ કરવા માટે હું રાજી નહોતી થઈ રહી, કારણ કે એ કૅરૅક્ટર મારા મતે ખૂબ અઘરું હતું. જોકે મારી જાતને મને પુરવાર પણ કરવાની હતી. અક્ષયસરની હું ખૂબ પ્રશંસા કરુ છું. તો ધનુષ ટૅલન્ટેડ અને અદ્ભુત ઍક્ટર છે. મારી આ કલાકારો સાથે કામ કરવાની ઇચ્છા હતી.’
‘અતરંગી રે’નું જે પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું એમાં અક્ષયકુમાર અને ધનુષ સારાને કિસ કરતાં દેખાડવામાં આવ્યા છે. પોતાના ડિરેક્ટર પર ભરોસો હોવાનું જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘આનંદ સર મહિલાઓના પાત્રને ખૂબ જ પ્રામાણ‌િકપણે દેખાડે છે. આ જ બાબતે મને આ ફિલ્મ કરવા માટે આકર્ષી હતી. સિનેમા એ ડિરેક્ટરનું માધ્યમ હોય છે. મેં જેટલા પણ ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું છે તેઓ મહિલાઓના પાત્રને સચોટ રીતે દેખાડવા માટે ખૂબ સંવેદનશીલ હોય છે. જોકે હું ફિલ્મોના રાઇટ‌િંગમાં પોતાની જાતને સામેલ નથી કરતી. ઉદાહરણ તરીકે ‘લવ આજકલ 2’માં મારું ઝોઈનું પાત્ર ઉતાવળિયું બની શક્યું હોત અને હું એને પ્રભાવી ઢબે ભજવી શકી હોત. જોકે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી સર તેના પેરન્ટ હોવાથી તેઓ જ યોગ્ય વ્યક્તિ છે જે એ પાત્રને યોગ્ય આકાર આપી શકે છે.’

તેની ‘લવ આજકલ 2’માં અને ‘કૂલી નંબર 1’માં તેનું કૅરૅક્ટર થોડું હટકે છે. એ વિશે સારાએ કહ્યું હતું કે ‘આ તો ફિલ્મોમાં વિશ્વાસ અને બૅલૅન્સ કરવાની વાત છે. મેં ઍક્ટિંગની તાલિમ નથી લીધી. એથી મેં એક ફિલ્મ દરમ્યાન જ આ કળા શીખી લીધી હતી. મારો ગોલ્ડન રૂલ એ છે કે સ્ક્રિપ્ટ વાંચવાની અને બાદમાં નક્કી કરવાનું કે મારે એમાં મારા પચાસ દિવસ આપવા છે કે નહીં. હું થોડી ઘ‌ણી ચૅલેન્જ સ્વીકારીને આગ‍ળ વધવામાં વિશ્વાસ રાખું છું.’

bollywood sara ali khan mohar basu bollywood news bollywood gossips