મારા રાજકુમારમાં સેન્સ ઑફ હ્યુમર હોવી જરૂરી છે : સારા અલી ખાન

24 December, 2018 06:51 PM IST  | 

મારા રાજકુમારમાં સેન્સ ઑફ હ્યુમર હોવી જરૂરી છે : સારા અલી ખાન

સારા અલી ખાનની ઇચ્છા છે કે તેના રાજકુમાર પાસે ધનદોલત નહીં હોય તો ચાલશે, પરંતુ તેનામાં સેન્સ ઑફ હ્યુમર હોવી ખૂબ જરૂરી છે. સારા હંમેશાં બિન્દાસ નિવેદનો આપે છે. સારાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેના સપનાનો રાજકુમાર કેવો હોવો જોઈએ. તેનું માનવું છે કે છોકરામાં સેન્સ ઑફ હ્યુમર જબરદસ્ત હોવી જોઈએ. તો બીજી તરફ સારાના પપ્પા સૈફ અલી ખાનની ઇચ્છા છે કે સારા જે પણ છોકરાને ડેટ કરે તે ખૂબ ધનવાન હોવો જોઈએ. સારાએ સાથે એમ પણ જણાવ્યું હતું કે તે હમણાં સિંગલ છે. એવામાં હવે એ જોવું રહેશે કે સારાને તેના સપનાનો રાજકુમાર ક્યારે મળે છે.

sara ali khan bollywood entertaintment kedarnath