31 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સારા અલી ખાન હાલમાં અર્જુન બાજવા સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. આ પરિસ્થિતિમાં સારાનો એક નવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સારા અને અર્જુન એક ગુરુદ્વારાની બહાર જોવા મળી રહ્યાં છે. સારાએ સફેદ ડ્રેસ પહેર્યો છે અને તેણે પોતાનું માથું દુપટ્ટાથી ઢાંક્યું છે. તેની સાથે જોવા મળેલો અર્જુન બાજવા કૅઝ્યુઅલ કપડાંમાં જોવા મળે છે. બન્ને અલગ-અલગ કારમાં બેસીને રવાના થાય છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર આવતાં જ વાઇરલ થઈ ગયો છે.
સારા અને અર્જુન આ પહેલાં પણ ગોવા અને રાજસ્થાનમાં સાથે જોવા મળ્યાં હતાં અને તેમની તસવીરો અને વિડિયો વાઇરલ થયાં હતાં. આ ઉપરાંત બન્ને એકસાથે કેદારનાથ પણ ગયાં હતાં. થોડા સમય પહેલાં તેમણે લાહૌલ સ્પીતિમાં પણ વેકેશન માણ્યું હતું અને તેઓ એકસાથે મૅગી-પૉઇન્ટ પર જોવા મળ્યાં હતાં.
કોણ છે અર્જુન બાજવા?
અર્જુન બાજવાનું આખું નામ અર્જુન પ્રતાપ બાજવા છે. તે સુપર મૉડલ અને ઍક્ટર હોવાની સાથે-સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)નો નેતા પણ છે. અર્જુનના પિતા ફતેહ જંગ સિંહ બાજવા પંજાબના વરિષ્ઠ નેતા છે અને હાલમાં BJPના પંજાબ ઉપાધ્યક્ષના પદ પર છે. આ પહેલાં તેઓ કૉન્ગ્રેસ-ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અર્જુને ‘સિંઘ ઇઝ બ્લિંગ’માં અભિનય પણ
કર્યો છે.