સારા અલી ખાને કઈ રીતે ઉતાર્યું વજન? જુઓ વીડિયો

01 June, 2020 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સારા અલી ખાને કઈ રીતે ઉતાર્યું વજન? જુઓ વીડિયો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેણે પોતાના વજન ઉતારવાની સફર વિષે જણાવ્યું છે. વીડિયોની શરૂઆત ત્યારથી થાય છે જયારે સારા બહુ જાડી હતી અને તેનુ વજન વધારે હતું. ત્યારબાદ તે કાર્ડિઓ એક્સરસાઈઝ, સ્વિમિંગ, બાઈક ચલાવવી વગેરે એક્ટિવિટિઝ કરતી દેખાય છે. વીડિયોના કેપ્શનમાં સારાએ લખ્યું હતું કે, નમસ્તે દર્શકો. લૉકડાઉન એડિશનનો બીજો ભાગ. સારા કા સારાથી સારા કા આધા સુધી (સારા જયારે જાડી હતી ત્યારથી લઈને જ્યારે સારા અડધી એટલે કે પતલી થઈ ગઈ ત્યાં સુધી).

સારાનો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ જાતજાતની કમેન્ટ કરી હતી. એક ચાહકે લખ્યું હતું કે, 'શું સફર છે'. તો અન્ય એક ચાહકે લખ્યું હતું, 'તારું ટ્રાન્સર્ફોમેશન બહુ ગમ્યું'.

ફિલ્મોની વાત કરીએ તો સારા ડેવિડ ધવન દિગ્દર્શિત ફિલ્મ 'કુલી નંબર 1'માં વરૂણ ધવન સાથે દેખાશે. આ ફિલ્મ 1995માં આવેલી હીટ ફિલ્મ 'કુલી નંબર 1'ની રીમેક છે.

lockdown entertainment news bollywood bollywood news bollywood gossips instagram sara ali khan