પહેચાન કૌન: આ છે બૉલીવુડની સુંદર એક્ટ્રેસ, ઓળખવી પણ મુશ્કેલ

14 May, 2020 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહેચાન કૌન: આ છે બૉલીવુડની સુંદર એક્ટ્રેસ, ઓળખવી પણ મુશ્કેલ

સારા સંગ ફ્રેન્ડ ઈશિકા

લૉકડાઉન દરમિયાન સ્ટાર્સ પોતાના થ્રોબેક ફોટોઝ સતત સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને પણ હાલ પોતાની થ્રોબેક તસવીર શૅર કરી છે. કેટલાકમાં તે અમૃતા સિંહની જેમ હસતી જોવા મળે છે અને કેટલાકમાં તે ડાન્સ કરતી હોય છે. હવે સારાએ તેના કેટલાક ફોટોઝ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે તેના બાળપણના દિવસોના છે. આ તસવીરમાં સારા પોતાની ફ્રેન્ડ ઈશિકા શ્રોફ સાથે રમતી નજર આવી રહી છે. સારાએ બાળપણથી લઈને યંગ થયા સુધી ટ્રાન્સફોર્મેશનની પાંચ તસવીરો શૅર કરી છે.

એક્ટ્રેસે જે તસવીર શૅર કરી છે એમાં પહેલી તસવીરમાં સારા અને ઈશિકા જમીન પર બેસીને રમતા નજર આવી રહ્યા છે, બીજા ફોટોમાં સારાએ ઈશિકાના ખભા પર હાખ રાખ્યો છે અને તેઓ કેમેરા સામે સ્માઈલ આપી રહ્યા છે. ત્રીજા ફોટોમાં સારા એક લગ્નમાં નજર આવી રહી છે, આ તસવીર એ સમયની છે જ્યારે સારાનું વજન વધી ગયું હતું. ચોથા ફોટોમાં સારા પોતાની ફ્રેન્ડ સાથે બેસેલી નજર આવી રહી છે. આ ફોટોમાં પણ સારાનું વજન વધારે દેખાઈ રહ્યું છે. બાદ છેલ્લા ફોટોમાં સારાનું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન નજર આવી રહ્યું છે. પાંચમાં ફોટોમાં સારા, પોતાની બે ફ્રેન્ડ સાથે ઘણી કૂલ અને સ્લિમ નજર આવી રહી છે.

આ પહેલા સારાએ તેની માતા સાથે એક કોલાજ શેર કર્યો હતો જેમાં અમ્રિતા એકદમ યુવાન દેખાતી હતી. આ ફોટોમાં સારા એકદમ માતા અમ્રિતા સિંહ જેમ જ હસતી નજર આવી રહી હતી. આ કોલાજમાં અમ્રિતા સિંહનો ફોટો બ્લેક એન્ડ વાઈટ હતો, જ્યારે સારાનો કલરફૂલ હતો. સારાએ એ તસવીર મધર્સ ડેના દિવસે શૅર કરી હતી.

sara ali khan bollywood bollywood news entertainment news