બાળકો સાથે ઍરપોર્ટ પર સેલ્ફી લેવાથી સારાની થઈ વાહ-વાહ

23 August, 2019 01:43 PM IST  |  મુંબઈ

બાળકો સાથે ઍરપોર્ટ પર સેલ્ફી લેવાથી સારાની થઈ વાહ-વાહ

બાળકો સાથે ઍરપોર્ટ પર સેલ્ફી લેવાથી સારાની થઈ વાહ-વાહ

સારા અલી ખાન કોઈ ઇવેન્ટમાં હોય કે પછી ઍરપોર્ટ પર તે હંમેશાં તેના ફૅન્સ સાથે સ્માઇલ સાથે જ વાત કરે છે. ઍરપોર્ટ પર મોટાભાગે સેલિબ્રિટીઝ ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં તેમના ફૅન્સને ઇગ્નોર પણ કરતી જોવા મળી છે. જોકે સારા સ્ટાર્સના ટેન્ટ્રર્મથી કોસો દૂર છે અને તેના ચાહકોને હંમેશાં પ્રાધાન્ય આપે છે. સારા બૅન્ગકૉક ગઈ હતી ત્યારે ઍરપોર્ટ પર પોતે સામાન લઈ જઈ રહી હતી ત્યારે પણ તેની વખાણ કરવામાં આવ્યાં હતાં. તે જ્યારે મુંબઈ પરત ફરી છે ત્યારે પણ હવે તેના વખાણ થઈ રહ્યાં છે. મુંબઈ ઍરપોર્ટ પર બાળકોએ તેની સાથે સેલ્ફી લેવા માટે વિનંતી કરતાં તે તેમની પાસે પહોંચી ગઈ હતી અને એ માટે જ સોશ્યલ મીડિયા પર તેની વાહ-વાહી થઈ રહી છે.

sara ali khan