જાણો કેમ ટ્રોલર્સના નિશાને આવી સારા અલી ખાન..

17 October, 2019 11:55 AM IST  |  મુંબઈ

જાણો કેમ ટ્રોલર્સના નિશાને આવી સારા અલી ખાન..

સારા અલી ખાન

બોલીવુડ એક્ટ્રેલ સારા અલી ખાન કદાચ એકમાત્ર એવી અભિનેત્રી હતી જેને બહુ ઓછી ટ્રોલ કરવામાં આવે છે. લોકો સારા અને તેની ડ્રેસિંગ સ્ટાઈલને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હાલમાં જ સારા ટ્રોલર્સના નિશાને આવી છે. જેનું કારણ છે એક જીન્સ.

જી હાં, એક જીન્સના કારણે સારા બહુ જ ટ્રોલ થઈ રહી છે. સારાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે પીળા કલરના ટોપ અને ફાટેલું જીન્સ પહેરેલી નજર આવી રહી છે. જે તેના ચાહકોને બિલકુલ પસંદ નથી આવ્યું અને લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે.


કોઈ કહી રહ્યું છે કે, નવાબોની દીકરી આવા કપડા પહેરીને ફરી રહી છે. તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે, આ દેશ સાચે જ મંદીનો ભોગ બન્યો છે. એક યૂઝરે તો ત્યાં સુધી કહ્યું કે કોઈ આ ગરીબને કપડા આપી દો. દિવાળી આવી છે પણ તેની પાસે કપડા નથી.



sara ali khan