કલકત્તામાં ડિનર માટે સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યાં બૉલીવુડ સ્ટાર સારા અને આદિત્ય

30 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના ડિનર દરમ્યાનના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

આ બન્ને સ્ટારને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીના ઘરે ડિનરનું આમંત્રણ મળ્યું હતું.

બૉલીવુડની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ની પ્રમોશનલ ટૂર માટે હાલમાં આદિત્ય રૉય કપૂર અને સારા અલી ખાન કલકત્તા પહોંચ્યાં હતાં. ઈડન ગાર્ડન્સમાં આયોજિત બંગાળ પ્રો T20 લીગમાં હાજરી આપ્યા બાદ આ બન્ને સ્ટારને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીના ઘરે ડિનરનું આમંત્રણ મળ્યું હતું. તેમના ડિનર દરમ્યાનના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

sara ali khan aditya roy kapur sourav ganguly kolkata bollywood buzz bollywood news bollywood gossips bollywood