સાન્યા મલ્હોત્રાની આંગળીની કરવામાં આવી સર્જરી

31 May, 2020 10:44 PM IST  |  Mumbai Desk | Agencies

સાન્યા મલ્હોત્રાની આંગળીની કરવામાં આવી સર્જરી

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાની ટચલી આંગળી પર હાલમાં જ સર્જરી કરવામાં આવી છે. ૧૪ મેએ તે ઘરમાં ચટણી બનાવી રહી હતી. એ દરમ્યાન બ્લેન્ડરનું ઢાંકણ બંધ કર્યા વગર જ તેણે એને શરૂ કરી દીધું. જોકે બ્લેન્ડર સ્વીચ-ઑફ કર્યા વગર જ તે એના પર ઢાંકણ લગાવી રહી હતી અને અચાનક તેનો હાથ બ્લેન્ડરની અંદર ફસાઈ ગયો. તેના હાથમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. લોહી ખૂબ નીકળતાં તેને અચાનક અશક્તિ લાગવા માંડી હતી. એથી તરત જ તેણે તેની ફ્રેન્ડને બોલાવી, જેણે અન્ય ફ્રેન્ડની મદદથી તેને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તેનો કોરોનાની તપાસ કર્યા બાદ તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. તેની આંગળીમાં બે ફ્રૅક્ચર અને બે-ત્રણ ઊંડા ઘા આવ્યા છે. એથી તેની તરત જ સર્જરી પણ કરવામાં આવી હતી. સાન્યાએ તેની ફ્રેન્ડ હર્ષિતા કાલરાને તેની સાથે રહેવા માટે બોલાવી છે, જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ જાય. ત્યાર બાદ તે તેના પેરન્ટ્સ પાસે દિલ્હી જવાની છે.

sanya malhotra bollywood bollywood news bollywood gossips entertainment news