સંજૂ'ની આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રાજકુમાર હિરાણી પર યૌન શોષણના આરોપ

13 January, 2019 05:37 PM IST  | 

સંજૂ'ની આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રાજકુમાર હિરાણી પર યૌન શોષણના આરોપ

રાજકુમાર હિરાણી YouToo!

રણબીર કપૂરની ફિલ્મ સંજૂના ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પર સેક્સુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપો લાગી રહ્યા છે. આરોપ લગાવનારી મહિલા બીજી કોઈ નહીં પરંતુ તેમની બ્લોકબસ્ટર મૂવી સંજૂની એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. મહિલાનો કહેવું છે હિરાણીએ માર્ચ થી સપ્ટેમ્બર 2019 દરમિયાન અનેક વાર તેનું યૌન શોષણ કર્યુ. આ ઘટના સંજૂના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન બની.

હફિંગટન પોસ્ટના અહેવાલ અનુસાર મહિલાએ સંજૂના કો-પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપરાને પણ આ મામલે મેઈલ કરીને જાણકારી આપી છએ. તેણે વિધુના પત્ની અનુપમા ચોપડા, સ્ક્રિપ્ટ રાઈટર અભિજાત જોશી, વિધુના બહેન અને નિર્દેશક શૈલી ચોપડાને પણ મેઈલમાં માર્ક કર્યા છે.

રાજકુમારે કર્યું આરોપોનું ખંડન

જો કે રાજકુમાર હિરાણીએ આ તમામ આરોપોનું ખંડન કર્યું છે. હિરાણીએ પોતાના વકીલ આનંદ દેસાઈના માધ્યમથી મહિલાના તમામ આરોપો ફગાવ્યા. દેસાઈએ હફિંગટન પોસ્ટને કહ્યું કે, 'અમારા અસીલ પર લાગેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. તેનો ઉદેશ તેમની છબિ ખરાબ કરવાનો છે'.

અહેવાલો અનુસાર મહિલાએ મેઈલમાં લખ્યું છે કે, 'રાજકુમારે 9 એપ્રિલ 2018ના રોજ ખરાબ ટિપ્પણી કરી. જે બાદ તેણે પોતાના ઘર અને ઑફિસમાં બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. એ સમયે તેની પાસે ચૂપ રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તે જ્યાં સુધી ચૂપ રહી શકતી હતી રહી, કારણ કે તે પોતાની નોકરી નહોતી ગુમાવવા માંગતી'.

હિરાણીએ શેર કર્યા સ્ક્રીનશોટ

એક અહેવાલ અનુસાર જ્યારે હિરાણીને આ મામલે સવાલ કરવામાં આવ્યા તો તેમણે જવાબ દેવાના બદલે તે મહિલા સાથેની વાતચીતના સ્ક્રીન શોટ જાહેર કર્યા. અને આરોપોને વનિરાધાર બતાવ્યા.

જો કે, વિધુ વિનોદ ચોપડાની પત્ની અનુપમા ચોપડાએ પુષ્ટિ કરી કે તેમને મેઈલ મળ્યો છે અને તેઓ પીડિતાને બે વાર મળી અને તેને મદદથી ખાતરી આપી છે. ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટરે કહ્યું કે, 'મહિલાઓની વાત ધૈર્યથી સાંભળવી મારી જવાબદારી છે. હું તેમનો સપોર્ટ કરવા તૈયાર છું. કાયદાની હદમાં રહીને જે થતું હશે તે હું કરીશ'.



rajkumar hirani bollywood news