પાનીપત ફિલ્મને લઈને વિવાદ, પ્રતિબંધ મુકવાની માંગ

09 December, 2019 02:02 PM IST  |  Mumbai

પાનીપત ફિલ્મને લઈને વિવાદ, પ્રતિબંધ મુકવાની માંગ

પાનીપત ફિલ્મ વિવાદોમાં

અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ પાનીપત વિવાદોમાં આવી છે. અફગાનિસ્તાનના લોકો બાદ હવે રાજસ્થાનને લોકો પણ ફિલ્મને લઈને નારાજ થઈ ગયા છે. રાજસ્થાનના કેટલાક ભાગમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. અહેવાલો પ્રમાણે ભરતપુરના જાટ લોકોને આ ફિલ્મ પસંદ નથી આવી. આ વચ્ચે રાજસ્થાનના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.

મંત્રીએ ટ્વીટ કરીને ફિલ્મ પર પ્રતિબંધ કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, 'મારું માનવું છે કે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાય સમુદાયમાં ભારે વિરોધને જોતા આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ, નહીં તો કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે.' સાથે તેમણે વધુ એક ટ્વીટમાં લખ્યું કે, 'આ અત્યંત દુઃખની વાત છે કે ઐતિહાસિક તથ્યો સાથે સાથે છેડછાડ કરતા ભરતપુરના મહારાજા સૂરજમલ જાટ જેવા મહાન પુરૂષનું ચિત્રણ પાનીપત ફિલ્મમાં ખૂબ જ ખોટી રીતે કરવામાં આવ્યું છે.'


વિશ્વેન્દ્ર સિંહની સાથે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજે સિંધિયાએ પણ ફિલ્મની આલોચના કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, 'સ્વાભિમાન, નિષ્ઠાવાન અને હ્રદય સમ્રાટ મહારાજા સૂરજ મલનું ફિલ્મ નિર્માતાએ જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે તે નિંદનીય છે.' ત્યાં જ, નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે પણ આ ફિલ્મના વિવાદિત અંશો તરફ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂને જોશીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ પણ જુઓઃ આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

શું છે મામલો
આ ફિલ્મને લઈને વિવાદનું કારણ એ છે કે ભરતપુરના મહારાજ સૂરજમલ વિશે ફિલ્મમાં બતાવવામાં આવેલા અંશ. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સૂરજમલે અફગાનોની સામે મરાઠાઓની મદદ કરી, પરંતુ જ્યારે તેમની માંગણી ન માનવામાં આવી ત્યારે તેમણે પેશવા સદાશિવ ભાઊનો સાથ ન આપ્યો. ત્યાં જ, મંત્રી વિશ્વેન્દ્રએ ટ્વીટ કરીને લખ્યું કે, 'હું મહારાજા સૂરજમલ જાટની 14મી પેઢીથી છું. વાસ્તવિકતા એ છે કે પેશવા અને મરાઠા જ્યારે પાનીપત યુદ્ધ હારીને અને ઘાયલ થઈને પાછા ફરી રહ્યા હતા, ત્યારે મહારાજ સૂરજમલ અને મહારાણી કિશોરીએ છ મહિના સુધી સંપૂર્ણ મરાઠી સેના અને પેશવાઓને પોતાને ત્યાં શરણ આપ્યું હતું.'

sanjay dutt kriti sanon ashutosh gowariker