એક ટીમ તરીકે આપણે જીવનના દરેક પડકાર સામે સાથે ઊભા છીએ

12 February, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય દત્તે પત્ની માન્યતા માટે લગ્નની ૧૮મી લગ્નતિથિએ લખી પ્રેમભરી પોસ્ટ

સંજયે પત્ની માન્યતા સાથેની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી

ગઈ કાલે સંજય દત્ત અને પત્ની માન્યતાએ તેમનાં લગ્નની ૧૮મી લગ્નતિથિ સેલિબ્રેટ કરી હતી. આ અવસરે સંજયે પત્ની માન્યતા સાથેની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને તેના માટે એક પ્રેમાળ નોટ પણ લખી છે. આ તસવીરો સાથે સંજયે કૅપ્શન લખી છે, ‘હૅપી ઍનિવર્સરી મામા. શુભકામનાઓ. તું હંમેશાં મારી જિંદગીમાં મારી શક્તિ બનીને ઊભી રહી છે. સુખ-દુખની દરેક પળે તું ખડક જેવી મજબૂતીથી મારી સાથે ઊભી રહી છે. જ્યારે હું પડ્યો ત્યારે તેં મને ઊભો કર્યો. તેં મને સૌથી પ્રેમાળ બાળકો આપ્યાં. એક ટીમ તરીકે આપણે જીવનના દરેક પડકાર સામે સાથે ઊભા છીએ. મારી સાથે રહેવા અને મારી કાળજી લેવા માટે આભાર. પ્રાર્થના છે કે આપણે સાથે મળીને વધુ સારી પળો પસાર કરીએ. લવ યુ ‘મા’. જય ભોલેનાથ.’

સંજય દત્તે બે વર્ષના ડેટિંગ પછી ૨૦૦૮માં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યાં હતાં અને બન્ને ૨૦૧૦માં ટ્વિન્સ દીકરા શાહરાન અને દીકરી ઇક્રાના પેરન્ટ્સ બન્યાં હતાં. સંજય તેની પત્ની માન્યતાને પ્રેમથી ‘મા’ કહીને બોલાવે છે અને તેણે પોતાની નોટમાં આ જ નામે સંબોધન કર્યું છે.

sanjay dutt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media