‘જવાન’માં જોવા મળશે સંજય દત્ત?

21 March, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ચાર-પાંચ દિવસ શાહરુખ અને સંજય દત્ત સાથે શૂટિંગ કરવાના છે.

સંજય દત્ત

શાહરુખ ખાનની ‘જવાન’માં સંજય દત્ત નાનકડી ભૂમિકામાં દેખાય એવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે સંજય દત્તે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેનો રોલ ભલે નાનકડો રહ્યો, પરંતુ અસરકારક અને ઍક્શનથી ભરપૂર હશે. મુંબઈમાં ચાર-પાંચ દિવસ શાહરુખ અને સંજય દત્ત સાથે શૂટિંગ કરવાના છે. ફિલ્મની સ્ટોરીમાં આ ખૂબ અગત્યની સીક્વન્સ હશે. સંજય દત્ત રવિવારે કાશ્મીરમાં ‘લીઓ’નું શૂટિંગ પૂરું કરીને આવ્યો છે અને તરત તેણે ‘જવાન’નું શૂટ શરૂ કરી દીધું છે. સંજય દત્ત ‘હેરાફેરી 3’માં કૉમેડી કરતો અને ‘જવાન’માં ઍક્શનમાં જોવા મળશે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan sanjay dutt upcoming movie