બર્થ-ડે ગર્લ માન્યતા માટે સંજય દત્તે જેલમાંથી ગુલાબ ને પ્રેમભરી કવિતા મોકલાવ્યાં

25 July, 2013 12:00 PM IST  | 

બર્થ-ડે ગર્લ માન્યતા માટે સંજય દત્તે જેલમાંથી ગુલાબ ને પ્રેમભરી કવિતા મોકલાવ્યાં



જેલમાં એક નાનકડું ગાર્ડન છે જેમાં થોડા દિવસો પહેલાં એક ગુલાબનું ફૂલ ઊગ્યું હતું અને એ ગુલાબ સંજુએ તોડીને પોતાની બુકમાં સાચવી રાખ્યું હતું. ગુલાબ સુકાઈ ગયા બાદ એની સાથે એક પ્રેમભરી કવિતા લખીને એ બર્થ-ડે ગિફ્ટ તરીકે સંજુએ માન્યતા માટે મોકલાવ્યું હતું. એ જોઈને માન્યતા રડી પડી હતી. જેલમાંથી લેટર કે કોઈ પણ વસ્તુ મોકલાવવી હોય તો એને ૨-૪ દિવસનો સમય લાગે છે એટલે સંજુએ આ ગિફ્ટ માન્યતાના બર્થ-ડેના બે દિવસ પૂર્વે ઍડ્વાન્સમાં જ પોતાના વકીલના હાથે મોકલાવી દીધી હતી. વકીલ દર મહિને તેને જેલમાં મળવા જાય છે. માન્યતાને ગુલાબ મળી ગયું છે એ મેસેજ જ્યારે વકીલે સંજુને આપ્યો ત્યારે તેની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં.

માન્યતા પણ રોજનીશી લખીને આખા દિવસમાં બનેલી બધી ઘટનાઓને એક લેટરમાં લખીને સંજય દત્ત સુધી પહોંચાડે છે જેથી તેમના જીવનમાં બની રહેલી કોઈ જ ઘટના જેલમાં રહેલો સંજુ મિસ ન કરે.