16 March, 2026 09:54 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
કાશિફે દુબઈમાં સંજય સાથે મુલાકાત કરી હતી અને તેને ગોલ્ડપ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ આપ્યો છે
સંજય દત્તના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર દુનિયામાં છે. હાલમાં સંજય ‘ધુરંધર’ અને એની સીક્વલમાં તેણે ભજવેલા SP અસલમ ચૌધરીના પાત્રને કારણે ચર્ચામાં છે. હાલમાં સંજય પાકિસ્તાની ફૅન અને ઇન્ફ્લુએન્સર કાશીફ જમીરે આપેલી મોંઘીદાટ અને ખાસ ગિફ્ટ્સને કારણે લાઇમલાઇટમાં આવ્યો છે. કાશિફે દુબઈમાં સંજય સાથે મુલાકાત કરી હતી અને તેને ગોલ્ડપ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ આપ્યો છે જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફોન કરતાં એની બૅકપૅનલની ડિઝાઇનની વધારે ચર્ચા થઈ રહી છે.
ફોનના પાછળના ભાગમાં સંજયની પરિવાર સાથેની ખાસ તસવીર બનાવવામાં આવી છે. તસવીરમાં સંજય પોતાનાં માતા-પિતા નર્ગિસ દત્ત અને સુનીલ દત્ત સાથે જોવા મળે છે. તસવીર પર અંગ્રેજીમાં ‘સંજુબાબા’ લખાયેલું છે અને નીચે ‘લવ’ લખાયેલું જોવા મળે છે. એ સિવાય કાશિફે મુલાકાત વખતે સંજયને એક ઍન્ટિક ઘડિયાળ અને કેટલીક સોનાની જ્વેલરી પણ ગિફ્ટ કરી હતી.